ચૂંટણી પંચે ૨૦૨૪ની મહારાષ્ટ્ર ચૂંટણીમાં ગોટાળાના આરોપો પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ઔપચારિક રીતે પત્ર લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે બધી ચૂંટણીઓ સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદા અને નિયમો અનુસાર કડક રીતે હાથ ધરવામાં આવે છે. ચૂંટણી પંચે એ પણ ભાર મૂક્યો હતો કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં રાજકીય પક્ષો દ્વારા નિયુક્ત બૂથ-સ્તરના એજન્ટો સહિત હજારો લોકો સામેલ હોય છે.
એક અગ્રણી દૈનિકમાં રાહુલ ગાંધીના લેખના જવાબમાં ૧૨ જૂને ઇમેઇલ દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં, ચૂંટણી પંચે જણાવ્યું હતું કે વિધાનસભા મતવિસ્તાર સ્તરે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા વિકેન્દ્રિત રીતે હાથ ધરવામાં આવે છે. તેમાં કમિશન દ્વારા નિયુક્ત ૧,૦૦,૧૮૬ થી વધુ બૂથ લેવલ અધિકારીઓ , ૨૮૮ ચૂંટણી નોંધણી અધિકારીઓ, ૧૩૯ સામાન્ય નિરીક્ષકો, ૪૧ પોલીસ નિરીક્ષકો, ૭૧ ખર્ચ નિરીક્ષકો અને ૨૮૮ રિટ‹નગ અધિકારીઓ સામેલ છે. આ ઉપરાંત, મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય અને રાજ્ય રાજકીય પક્ષો દ્વારા ૧,૦૮,૦૨૬ બૂથ લેવલ એજન્ટોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં કોંગ્રેસના ૨૮,૪૨૧નો સમાવેશ થાય છે.
લોકસભામાં વિરોધ પક્ષના નેતાને કહેવામાં આવ્યું હતું કે, “અમારું માનવું છે કે ચૂંટણીના સંચાલન સંબંધિત કોઈપણ મુદ્દો કોંગ્રેસના ઉમેદવારો વતી સક્ષમ કોર્ટ (હાઇકોર્ટ) માં દાખલ કરાયેલી ચૂંટણી અરજીઓ દ્વારા પહેલાથી જ ઉઠાવવામાં આવ્યો હોત.” ચૂંટણી અધિકારીએ કહ્યું, “જો તમને હજુ પણ કોઈ મુદ્દો હોય, તો તમે અમને લખી શકો છો અને કમિશન તમને પરસ્પર અનુકૂળ તારીખ અને સમયે રૂબરૂ મળવા માટે પણ તૈયાર છે જેથી તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી શકાય.”
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કથિત ગેરરીતિઓનો દાવો કરતા, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે દાવો કર્યો કે કોઈ ગેરરીતિઓ નહીં પરંતુ મતોની ચોરી થઈ છે. તેમણે મશીન-રીડેબલ ડિજિટલ મતદાર યાદી તેમજ સીસીટીવી ફૂટેજ તાત્કાલિક જાહેર કરવાની માંગ કરી. લોકસભામાં વિરોધ પક્ષના નેતાએ ‘ઠ’ પર એક મીડિયા રિપોર્ટ શેર કર્યો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી વચ્ચે માત્ર છ મહિનામાં નાગપુર દક્ષિણ પશ્ચિમ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસની બેઠક પર ૨૯,૨૧૯ નવા મતદારો ઉમેરાયા છે.
રાહુલે લખ્યું, ‘મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના પોતાના મતવિસ્તારમાં માત્ર પાંચ મહિનામાં મતદાર યાદીમાં આઠ ટકાનો વધારો જાજોવા મળ્યો. કેટલાક બૂથ પર ૨૦-૫૦%નો વધારો જોવા મળ્યો.બીએલઓએ અજાણ્યા વ્યક્તિઓ વતી મતદાન થયાની જાણ કરી. મીડિયાએ ચકાસાયેલ સરનામાં વિના હજારો મતદારો જાહેર કર્યા. ચૂંટણી પંચ? મૌન કે સંડોવાયેલ. આ કોઈ અલગ અલગ અનિયમિતતા નથી. આ મત ચોરી છે. કવર-અપ એ એક કબૂલાત છે. રાહુલે કહ્યું, ‘તેથી અમે મશીન-રીડેબલ ડિજિટલ મતદાર યાદી અને cctv ફૂટેજ તાત્કાલિક જાહેર કરવાની માંગ કરીએ છીએ.’










































