આંબરડી ગામનો એક યુવક વરસાદ ચાલુ હતો ત્યારે રોડ ક્રોસ કરતાં રાહદારીને બચાવવા જતાં બાઇક સ્લીપ થઈ જતાં ગંભીર ઈજા પહોંચતા મરણ થયું હતું. આ અંગે ખાંભાના ઉમરીયા ગામે રહેતા જયસુખભાઈ પરબતભાઈ નસીત (ઉ.વ.૫૮)એ જાહેર કર્યા મુજબ, આંબરડી ગામે રહેતા બીપીનકુમાર લલ્લુભાઈ નસીત (ઉ.વ.૫૪) બાઇક લઇને અમરેલી પોતાના ગામ આંબરડી તરફ આવતા હતા અને વરસાદ ધીમે ચાલુ હતો તે દરમિયાન રસ્તામાં અજાણ્યો રાહદારી રસ્તો ક્રોસ કરતા તેને બચાવવા જતાં મોટર સાયકલ પરનો કાબુ ગુમાવતાં માથાના ભાગે ગંભીર ઈજા તથા શરીરે નાની-મોટી ઈજાઓ થતાં મરણ પામ્યા હતા.