રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા લાઠી તાલુકામાં બદલી પામેલા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જાદવનું સન્માન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના અનિયમીત પગાર તેમજ બીએલઓના પ્રશ્નો અંગે રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે માંગણી કરી હતી. આ તકે, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ લાઠી તાલુકાના અધ્યક્ષ અલ્પેશભાઈ કાકડીયા, મહામંત્રી પિયુષભાઈ વિરડીયા, મહેશભાઈ ચૌહાણ તેમજ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.








































