મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, આપણી સંસ્કૃતિમાં વિદ્યાધન એ સર્વશ્રેષ્ઠ ધન છે ત્યારે ટિચિંગ અને લ‹નગની પ્રોસેસને સતત રિડિફાઇન અને રીડીઝાઈન કરતા રહેવાની આવશ્યકતા સમજીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૩૪ વર્ષ જૂની શિક્ષણ નીતિમાં બદલાવ લાવી સમયાનુકૂળ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દેશની આપી છે. સૌને સમાન અને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ આપવાના રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ધ્યેયને સિદ્ધ કરવા સમગ્ર દેશ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કાર્ય કરી રહ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ભારત સરકારના શિક્ષણ વિભાગ અને ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા યોજૉઈ રહેલી દ્વિ-દિવસીય નેશનલ કોન્ફરન્સ ઓન સ્કૂલ એજ્યુકેશનને મુખ્યમંત્રીશ્રી સંબોધન કરી રહ્યા હતા.આ કોન્ફરન્સમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, રાજ્યમંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી, ડા.સુભાષ સરકાર, શ્રી રાજીવ ચંદ્રશેખર, ગોવાના મુખ્યમંત્રીશ્રી પ્રમોદ સાવંત, ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, દેશના વિવિધ રાજ્યોના શિક્ષણ મંત્રીશ્રીઓ, એનઇપી-૨૦૨૦ ની ડ્રાÂફ્ટંગ કમિટીના ચેરમેન ડા. કે. કસ્તુરીરંગન સહિતના શિક્ષણવિદો, ગુજરાત સરકારના મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, કોઈપણ રાષ્ટ્ર, રાજ્ય કે સમાજના વિકાસના પાયામાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા મુખ્ય બાબત છે. બીબાઢાળ અને કાલબાહ્ય શિક્ષણના સ્થાને ઇન્ક્‌લુઝિવ અને ઇક્વિટેબલ શિક્ષણ પૂરું પાડવું તે સમયની માંગ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રના બાળકો અને આવનારી પેઢીને આવું સમયાનુકુલ શિક્ષણ આપવાની પ્રતિબદ્ધતા સાથે આ નવી શિક્ષણ નીતિ આપી છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આઠ વર્ષના કાર્યકાળમાં દેશમાં અનેક નવી પહેલ થઇ છે, નવી શિક્ષણ નીતિ તેમાંની એક છે. આ નીતિને પરિણામે દેશના યુવાનોને ઉચ્ચ શિક્ષણ પણ માતૃભાષામાં મળતું થશે.
કેન્દ્રિય શિક્ષણ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાને સૌને આવકારતા જણાવ્યું હતું કે, શાળા શિક્ષણ એ જ્ઞાન આધારિત સમાજનો પાયો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઉદ્દેશ સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા તેમજ દરેક માટે શિક્ષણને સુલભ બનાવવાનો છે. આપણે આઝાદીના અમૃત કાળમાં છીએ ત્યારે વૈશ્વિક કલ્યાણ માટે પ્રતિબદ્ધ એવા જ્ઞાન અર્થતંત્ર તરીકે ભારતને સ્થાપિત કરવા માટે આગામી ૨૫ વર્ષ આવનાર પેઢી માટે ખૂબજ નિર્ણાયક રેહશે. ભારત એક સંસ્કૃતિ છે જે વસુધૈવ કુટુમ્બુકમમાં માને છે અને આપણે એ સમજવું જૉઈએ કે આપણી પાસે માત્ર આપણા રાષ્ટ્રની જ નહીં પરંતુ વિશ્વ કલ્યાણની પણ જવાબદારી છે.