શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અમરેલી દ્વારા આવતી કાલ તા. રર ને રવિવારના રોજ બપોરે ૩ કલાકે ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહાસંમેલનનું કાઠી સમાજની વાડી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જ્યાં જ્યાં સમાજનું પ્રભુત્વ છે ત્યાં સરપંચથી લઇ સાંસદ સુધી પ્રતિનિધિત્વ આપવા તથા આવનારી વિધાનસભાની ચૂંટણીમાં જે પાર્ટી સમાજના પ્રભુત્વવાળી વિધાનસભાઓમાં સમાજને ઉમેદવારી આપશે તેમની સાથે સમાજ જોડાઇ ઉમેદવારોને વિજયી બનાવશે, તે અંગેની માંગો કરવામાં આવનાર છે. કરણી સેના દ્વારા દર અઠવાડિયે ક્ષત્રિય એકતા મહારેલી અને મહાસંમેલનનું ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આયોજન કરવાનો સંકલ્પ જાહેર કરાયો છે. અમરેલી ખાતે યોજાનાર ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહાસંમેલનમાં ક્ષત્રિય સમાજની એકતાનું જિલ્લા કક્ષાનું શક્તિ પ્રદર્શન કરવામાં આવનાર હોવાનું એક યાદીમાં જણાવાયું છે.