ભોપાલમાં ૧૬થી ૨૦ ડિસેમ્બર ‘ટોયઝ એન્ડ પપેટ આર્ટ વર્કશોપ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમરેલી જિલ્લાના વિવિધ કલાકારોએ પોતાની કલા પ્રદર્શિત કરીને સમગ્ર જિલ્લા અને રાજ્યનું ગૌરવ વધારેલ છે. આ વર્કશોપમાં ઉમેશ ચાવડા (ચલાલા), ભાવેશ બોરીસાગર (સા. કું.), ધર્મેશ ઠાકર (ખારા) એ પોતાની કલા દ્વારા સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ભરત અગ્રાવત (અમરેલી) તથા રાઘવ કટકિયા (માંડવડા) એ પોતાની કલા સાથે સંયોજક તરીકે પણ કામગીરી સંભાળી હતી. RIEના અધિકારી ડો. સુરેશ મકવાણાએ સમગ્ર વર્કશોપનું સફળ આયોજન કરેલ હતું.