છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ધર્મ સંસદ ૨૦૨૧નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત મહારાષ્ટ્રથી આવેલા સંત કાલીચરણે સ્ટેજ પરથી ગાંધીજી વિશે ખોટી વાત કહી હતી. ત્યારથી આ વિવાદ વધુ ઘેરો બન્યો છે. આ ક્રમમાં સીએમ ભૂપેશ બઘેલે કહ્યું કે અહીં ઉશ્કેરણીજનક અને હિંસક વસ્તુઓ સહન કરવામાં આવતી નથી. રાષ્ટ્રપિતા વિશે આવી વાતો બોલવાથી ચોક્કસપણે ખબર પડે છે કે તેમની માનસિક સ્થિતિ કેવી છે. જેટલી નિંદા કરીએ તેટલી ઓછી. જે કઠોર પગલાં લઈ શકાય તે તમામ લેવામાં આવશે. આ સિવાય તેમણે કહ્યું કે તેમના દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે આટલું મોટું નિવેદન આપવામાં આવ્યું છે, પરંતુ આ મામલે ભાજપના નેતાઓ તરફથી એક પણ નિવેદન આવ્યું નથી. ભાજપ મૌન છે. આ ભૂમિ શાંતિની છે. રવિવારે મોડી રાત્રે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ મોહન માર્કમ સહિત ડઝનબંધ કોંગ્રેસીઓ સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ગયા હતા અને અરજી આપી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધ્યક્ષ પ્રમોદ દુબેની અરજીના આધારે ટીકરાપારા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. સંત કાલીચરણ વિરુદ્ધ આઈપીસીની બિનજામીનપાત્ર કલમ ૫૦૫ (૨) અને કલમ ૨૯૪ હેઠળ આરોપી બનાવવામાં આવ્યો છે. રાયપુરમાં સંત કાલીચરણ વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે.

સિવિલ લાઇન્સના સીએસપી વીરેન્દ્ર ચતુર્વેદીએ કહ્યું કે આ મામલે નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. મોહન મારકમ તરફથી મળેલી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં મોકલી દેવામાં આવી છે. જણાવી દઈએ કે રવિવારે રાયપુરમાં ધર્મ સંસદનો સમાપન કાર્યક્રમ હતો. રાવણભટ્ટ ગ્રાઉન્ડમાં આયોજિત આ કાર્યક્રમમાં સોશિયલ મીડિયામાં શિવ તાંડવ સ્તોત્ર ગાઈને પ્રખ્યાત થયેલા સંત કાલીચરણ મહારાજને પણ બોલાવવામાં આવ્યા હતા. મંચ પર આવીને કાલીચરણે સૌપ્રથમ શિવ તાંડવ સંભળાવ્યું અને થોડા સમય પછી ધર્મ-હિંદુત્વ પર બોલવાનું શરૂ કર્યું. આ દરમિયાન સંત કાલીચરણે કહ્યું કે ઈસ્લામનો ઉદ્દેશ્ય રાષ્ટÙને રાજકીય રીતે પકડવાનો છે. ૧૯૪૭માં આપણે જાયું છે કે, મોહનદાસ કરમચંદ ગાંધીએ દેશનો નાશ કર્યો છે, નથુરામ ગોડસેને વંદન જેમણે તેમની હત્યા કરી છે. જ્યારે કાલીચરણ મંચ પરથી બોલ્યા ત્યારે ભીડે જય શ્રી રામના નારા લગાવવા માંડ્યા. આ ધર્મ સંસદનું આયોજન ૨૫ ડિસેમ્બરે કરવામાં આવ્યું હતું.