યુએસ કોર્ટે એક સિવિલ કેસમાં જ્યુરીના તારણને સમર્થન આપ્યું હતું કે, રાષ્ટÙપતિ ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે ૧૯૯૬ માં ડિપાર્ટમેન્ટલ સ્ટોર ડ્રેસિંગ રૂમમાં એક કટારલેખક પર જાતીય શોષણ કર્યું હતું. આ સાથે તેમના નિર્ણયમાં યુએસ સર્કિટ અપીલ કોર્ટે મેનહટન જ્યુરી દ્વારા કટાર લેખક ઇ. જીન કેરોલની બદનક્ષી અને જાતીય શોષણ કરવા બદલ ટ્રમ્પ પર લાદવામાં આવેલા યુએસ ઇં ૫ મિલિયન (૫૦૦૦૦૦૦૦૦ ડોલર) ના દંડને સમર્થન આપ્યું હતું. નોંધનિય છે કે, કેરોલ એક મેગેઝિન કટારલેખકે ૨૦૨૩ના કેસમાંમાં જુબાની આપી હતી કે, ટ્રમ્પે ૧૯૯૬ માં મૈત્રીપૂર્ણ મીટિંગ દરમિયાન તેનું જાતીય શોષણ કર્યું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર આવી કોઈ ઘટના બની હોવાનો ઇનકાર કર્યો છે, પરંતુ તેમણે આ વર્ષની શરૂઆતમાં મુકદ્દમામાં સંક્ષિપ્તમાં જુબાની આપી હતી, ત્યારબાદ તેમને ૮૩.૩ મિલિયનનું નુકસાની આપવામાં આવ્યું હતું. બીજા કેસ ૨૦૧૯માં ટ્રમ્પની ટિપ્પણીઓને અનુસરે છે જ્યારે કેરોલે પ્રથમ વખત જાહેરમાં આક્ષેપો કર્યા હતા.
નોંધનિય છે કે, પીડિતાએ ૨૦૨૩માં ટ્રાયલ દરમિયાન જુબાની આપી હતી. નિવેદનમાં તેણે કહ્યું હતું કે, ૧૯૯૬માં એક મીટિંગ દરમિયાન ટ્રમ્પ હિંસક થઈ ગયા હતા. આ ઘટના સિવાય કોર્ટે એડલ્ટ ફિલ્મ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ સંબંધિત કેસમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ દોષિત ઠેરવ્યા હતા. હવે ટ્રમ્પ ૨૦૨૫માં બીજી વખત શપથ લેવાની તૈયારી કરી રહ્યા છે. આ પહેલા તેની અપીલ યુએસ ફેડરલ અપીલ કોર્ટે ફગાવી દીધી હતી.