એનડીએના રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર માટે દ્રોપદી મુર્મુની પસંદગી કરવામા આવી છે.ત્યારે રાષ્ટ્રપતિપદની ઉમેદવારી જાહેર થયાના એક દિવસ બાદ દ્રોપદી મુર્મુએ રાયરંગપુરના જગન્નાથ મંદિરમાં પુજા-અર્ચના કરી હતી.આ પહેલા તેઓએ શિવમંદિર સાફ કર્યુ હતું.ઉમેદવારી જાહેર થયા બાદ કેન્દ્રએ દ્રોપદીને સીઆરપીએફ કમાંડોની ઝેડ પ્લસ સુરક્ષા આપી છે.આમ તેમની જીવનયાત્રા ખૂબ સંઘર્ષોથી ભરેલી છે.કાઉન્સેલર તરીકે રાજકીય સફર શરૂ કરનાર દ્રોપદી અનુસૂચિત જનજાતિ (એસટી) શ્રેણીમાંથી દેશના પ્રથમ રાષ્ટ્રપતિ અને બીજી મહિલા રાષ્ટ્રપતિ બનવા માટે તૈયાર છે.આર્થિક સંકડામણના કારણે દ્રોપદી માત્ર સ્નાતક સુધી શિક્ષણ મેળવી શકયા હતા.આ પહેલા તેઓ ઓડીશા સરકારમાં ફરજ બજાવતા હતા.
દ્રોપદી મુર્મુનું જીવન તેમના જીવન શક્તિને પ્રતિબિંબીત કરે છે.યુવાનીમાં વિધવા થવા ઉપરાંત બે પુત્રોના મૃત્યુથી તેઓ ભાંગી પડયા ન હતા.આ દરમ્યાન તેણીએ તેની એકમાત્ર પુત્ર ઈતિશ્રી સહિત સમગ્ર પરિવારને સંભાળીને રાખ્યા હતા કેન્દ્રએ મુર્મુને ઝેડ પ્લસ સુરક્ષા આપવાની જાહેરાત કર્યા બાદ વહેલી સવારે દ્રોપદી મુર્મુ પાસે સુરક્ષાકર્મીઓ પહોંચી ગયા હતા.