યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય આયાત પર લાદવામાં આવેલા ૫૦% ટેરિફને યોગ્ય ઠેરવ્યો છે. તેમણે ભારત પર લાદવામાં આવેલા આ ટેરિફ પર પોતાના વલણનો મજબૂત રીતે બચાવ કર્યો. ટ્રમ્પે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધો દાયકાઓથી “સંપૂર્ણપણે એકતરફી” રહ્યા છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે “ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ સારા છે.”

વ્હાઇટ હાઉસમાં ભારત પર ટેરિફ અંગેના પ્રશ્નોના જવાબમાં ટ્રમ્પે કહ્યું, “અમારું ભારત સાથે ખૂબ સારું વર્તન છે, પરંતુ ભારત સાથેના અમારા સંબંધો ઘણા વર્ષોથી એકતરફી રહ્યા છે… ભારત અમારી પાસેથી ભારે ટેરિફ વસૂલતું હતું, જે વિશ્વમાં સૌથી વધુ છે… અને અમે મૂર્ખતાપૂર્વક તેમની પાસેથી કંઈ વસૂલતા નહોતા… તેથી તેઓ જે કંઈ બનાવે છે તે આપણા દેશમાં મોકલતા હતા… પરંતુ અમે કંઈ મોકલી શકતા નહોતા, કારણ કે તેઓ અમારી પાસેથી ૧૦૦ ટકા ટેરિફ વસૂલતા હતા.”

અમેરિકન મોટરસાઇકલ કંપની હાર્લી ડેવિડસનનું ઉદાહરણ આપતા ટ્રમ્પે કહ્યું, “હાર્લી ડેવિડસન ભારતમાં વેચી શકતી નહોતી, કારણ કે મોટરસાઇકલ પર ૨૦૦ ટકા ટેરિફ હતો… પછી હાર્લી ડેવિડસન ભારતમાં પ્લાન્ટ સ્થાપ્યો, હવે તેમને ટેરિફ ચૂકવવાની જરૂર નથી.”

તેમણે એમ પણ કહ્યું કે ચીન, મેકસીકો અને કેનેડા જેવા સ્થળોએથી હજારો કંપનીઓ હવે અમેરિકામાં ઉત્પાદન કરવા માંગે છે. જેથી તેઓ ટેરિફથી બચી શકે અને અમેરિકાની સંરક્ષણ નીતિઓનો લાભ લઈ શકે. હવે હજારો કંપનીઓ અમેરિકા આવી રહી છે… ખાસ કરીને કાર કંપનીઓ. તેઓ અહીં બાંધકામ કરવા માંગે છે કારણ કે, એક, તેમને અહીં રહેવાનું ગમે છે અને બીજું, ટેરિફ તેમને રક્ષણ આપી રહ્યું છે. ત્રીજું, તેઓ ટેરિફ ટાળવા માંગે છે. કારણ કે જ્યારે તેઓ અહીં કાર બનાવે છે, ત્યારે કોઈ ટેરિફ નથી.”

અગાઉ, ટ્રમ્પે ટ‰થ સોશિયલ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર સંબંધ “એકતરફી આપત્તિ” રહ્યો છે. “ભારતે અમારી પાસેથી ઘણા બધા ટેરિફ વસૂલ્યા છે… વિશ્વમાં સૌથી વધુ જે અમારી કંપનીઓ ભારતમાં વેચી શકતી નથી… અમે ભારત સાથે ખૂબ જ ઓછો વેપાર કરીએ છીએ, પરંતુ તેઓ અમારી સાથે મોટા પ્રમાણમાં વેપાર કરે છે… અમે તેમના સૌથી મોટા ગ્રાહક છીએ, પરંતુ તેઓ અમારા ગ્રાહક નથી. તે એક સંપૂર્ણ એકતરફી આપત્તિ રહી છે. ઉપરાંત, ભારત તેની મોટાભાગની તેલ અને લશ્કરી જરૂરિયાતો રશિયાથી પૂરી કરે છે, અમેરિકાથી ઘણી ઓછી.

ટ્રમ્પે એક વિચિત્ર દાવો કર્યો હતો કે હવે તેઓએ (ભારતે) ટેરિફ શૂન્ય કરવાની ઓફર કરી છે, પરંતુ હવે ખૂબ મોડું થઈ ગયું છે. તેઓએ આ વર્ષો પહેલા કરી લેવું જાઈતું હતું. આ કેટલીક સરળ હકીકતો છે જેના વિશે લોકોએ વિચારવાની જરૂર છે.