પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. મૈત્રીપૂર્ણ મેચમાંથી પરત ફરતી વખતે પાકિસ્તાની હવાઈ હુમલામાં ત્રણ અફઘાન ક્રિકેટરો (કબીર, સિબગતુલ્લાહ અને હારૂન) માર્યા ગયા હતા. પાકિસ્તાની હુમલામાં અન્ય પાંચ નાગરિકો પણ માર્યા ગયા હતા. આ પછી, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે એક મોટો નિર્ણય લીધો અને પાકિસ્તાનમાં યોજાનારી ત્રિકોણીય શ્રેણીમાં રમવાનો ઇનકાર કર્યો. રાશિદ ખાને હવે અફઘાનિસ્તાનના નિર્ણયને ટેકો આપ્યો છે.રાશિદ ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કરીને લખ્યું, “પાકિસ્તાની હવાઈ હુમલામાં નાગરિકોના જીવ ગુમાવવાથી મને ખૂબ જ દુઃખ થયું છે. આ એક દુર્ઘટના છે જેમાં મહિલાઓ, બાળકો અને યુવા ક્રિકેટરોના જીવ ગયા છે જેમણે વિશ્વ મંચ પર પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવાનું સ્વપ્ન જાયું હતું.”રાશિદ ખાને પાકિસ્તાનની ટીકા કરતા લખ્યું, “નાગરિકો અને માળખાગત સુવિધાઓને નિશાન બનાવવી સંપૂર્ણપણે અનૈતિક અને બર્બરતા છે. આ ગેરકાયદેસર કાર્યવાહી માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન છે અને તેને અવગણવી જાઈએ. હું અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના પાકિસ્તાનની આગામી મેચોમાંથી ખસી જવાના નિર્ણયનું સ્વાગત કરું છું. હું આ મુશ્કેલ સમયમાં લોકોની સાથે ઉભો છું. આપણી રાષ્ટ્રીય ગરિમા પહેલા આવવી જાઈએ.”પાકિસ્તાની ક્રિકેટર ફઝલહક ફારૂકીએ ટ્વીટ કર્યું, “આ જુલમીઓ દ્વારા નિર્દોષ નાગરિકો અને આપણા સ્થાનિક ક્રિકેટરોનો નરસંહાર એક જઘન્ય ગુનો છે. અલ્લાહ ગુનેગારોને અપમાનિત કરે અને તેમને પોતાનો ક્રોધ ભોગવવા દે. ખેલાડીઓ અને નાગરિકોની હત્યા એ સન્માન નથી, પરંતુ સૌથી મોટી શરમ છે.”ગુલબદ્દીન નાયબે ટ્વીટ કર્યું, “ગુલબદ્દીન નાયબે પાકિસ્તાની હુમલા પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કરીને કહ્યું, ‘પક્તિકાના ઉર્ગુનમાં થયેલા કાયર લશ્કરી હુમલાથી અમને ખૂબ જ દુઃખ થયું છે, જેમાં નિર્દોષ નાગરિકો અને સાથી ક્રિકેટરો શહીદ થયા હતા. પાકિસ્તાની સેનાનું આ ક્રૂર કૃત્ય આપણા લોકો, ગૌરવ અને સ્વતંત્રતા પર હુમલો છે, પરંતુ તે ક્્યારેય અફઘાનિસ્તાનની ભાવનાને તોડશે નહીં.”















































