અત્યારે રાશનકાર્ડ અને નામ ધારકોના આધાર કાર્ડ લિંક કરી ઈ-દ્ભરૂઝ્રની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી લગભગ એક માસથી ચાલુ છે છતાંય માત્ર ૪૦ ટકા જેટલી કામગીરી થઈ શકી છે. મામલતદાર કચેરીમાં લોકોએ કુટુંબ સહિત એકથી બે કલાક લાઈનમાં ઉભું રહેવું પડે છે. લોકોને પોતાની રીતે દ્બઅ ર્ટ્ઠિૈંહ એપ પર ઈ-દ્ભરૂઝ્ર કરવામાં સફળતા મળતી નથી, સર્વર ધીમું ચાલવાથી કલાકોનો સમય વેડફાય છે. બીજી બાજુ ખાનગી એજન્સીઓ એક નામ માટે રૂ. ૨૦ થી રૂ. ૫૦ નો ચાર્જ લે છે. આ પ્રક્રિયા સરળ બનાવવા માટે નગરપાલિકા/મહાનગરપાલિકા વિસ્તારમાં વોર્ડ પ્રમાણે સ્વયંસેવકો અને ચૂંટાયેલા સભ્યોની મદદથી કામગીરી કરવામાં આવે તેવું સૂચન કરી પ્રા. જે.એમ. તળાવીયાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર પાઠવી રજૂઆત કરી છે. તેમણે આ અંગે પુરુષોત્તમભાઈ રૂપાલા સાંસદ- રાજકોટ, મનસુખભાઈ માંડવીયા કેન્દ્રીય મંત્રી, ભારત સરકાર, ભરતભાઈ સુતરીયા-સાંસદ અને કૌશિકભાઈ વેકરીયા-ધારાસભ્યને પણ પત્રની નકલ પાઠવી છે.