ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના નિધનથી સમગ્ર દેશ શોકમગ્ન છે. તમિલનાડુંના કુન્નુરમાં તેમનું હેલિકોપ્ટર ક્રેશ થયું અને તેમાં જનરલ બિપિન રાવત તેમની પત્ની મધુલિકા સહિત ૧૩ લોકોનું નિધન થઈ ગયું હતું. આ ઘટનાને લઈને ઘણા વિશેષજ્ઞોએ આ ત્રાસદી ભરી ઘટના પર પોત પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તો બીજી તરફ આ મામલામાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને હથિયાર નિયંત્રણના મુદ્દાઓના વિશેષજ્ઞ, ભૂ- રણનીતિકાર અને લેખક ર્બ્હમા ચેલાનીના એક ટિવટના કારણે ચીનનું પ્રમુખ મીડિયા ભડકીગયું છે.
ડિફેન્સ એક્સપર્ટ્‌સે પોતાના ટિવટ્‌સ દ્વારા ચીનને ઘેરતા ચીનનું ગ્લોબસ ટાઈમ્સ ભારતીય લેખકના ટિવટ્‌સથી ભડક્યું છે. આ ઘટનાને લઈને મંથન શરૂ થઈ ગયું છે, તમને જણાવી દઈએ કે પ્રોફેસર ચેલાનીએ સીડીએસ રાવતના હેલિકોપ્ટર ક્રેશને લઈને સતત ટિવટ્‌સ કર્યા હતા.
તેમણે આ ટિવટ્‌સ દ્વારા સીડીએસ રાવત અને તાઈવાનના જનરલ પ્રમુખના હેલિકોપ્ટર ક્રેશને લઈને ડરામણી સમાનતાઓને બહાર પાડી તો ચીનના પ્રમુખ મીડિયા ચેનલ ગ્લોબલ ટાઈમ્સે આ ટિવટ્‌સને લઈને અમેરીકા પર નિશાન સાધવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાર પછી પ્રોફેસરે પણ ગ્લોબલ ટાઈમ્સને સખ્ત જવાબ આપ્યો છે.
પ્રોફેસર ચેલાનીએ પોતાના પહેલા ટ્‌વીટમાં લખ્યું છે કે ચીન સાથેના સરહદી તણાવને કારણે છેલ્લા ૨૦ મહિનામાં હિમાલયના મોરચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે અને આ સમયે ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવત, તેમની પત્ની અને ૧૧ અન્ય સૈન્ય હેલિકોપ્ટર દુર્ઘટનામાં કર્મચારીઓનું દુઃખદ મૃત્યુ આનાથી ખરાબ સમયે થઈ શક્યું ન હતું.