ગત તાઃ૨૮/૮/૨૦૨૪.ના રોજ ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામે ભારે વરસાદના કારણે સર્જાયેલ કુદરતી આફતને કારણે બાબરા તાલુકાના રાયપર ગામના વતની જયરાજભાઈ રાદડીયા, સોનલબેન રાદડીયા, ધર્મ રાદડીયાનું પાણીમાં ડૂબી જવાથી અવસાન થયેલ જે અન્વયે સરકારની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ ગુજરનાર વારસદારને સરકારના એસ ડીઆરએફ ફંડમાંથી રૂ.૧૨ લાખની માનવ મૃત્યુ સહાય ચેકથી ચૂકવવામાં આવેલ. આ તકે લાઠી બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, ગોંડલ વિસ્તારના મહિલા ધારાસભ્ય ગીતાબા જાડેજાના પ્રતિનિધિ નીલેશભાઈ જેઠવા,ગોંડલ વિસ્તારના ટી.ડી.ઓ. મિલનભાઈ ઉકાવાળા,ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ ઠુંમર, જિલ્લા પંચાયતના સભ્ય પ્રભાતભાઈ કોઠીવાળ, રાયપુર ગામના સરપંચ પ્રકાશભાઈ તેરૈયા, તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઈ રાખોલિયા, તાલુકા ભાજપ મહામંત્રી રાજુભાઇ વિરોજા, હિતેશભાઈ કલકાણી, જગદીશભાઈ નાકરાણી, મહેશભાઈ ભાયાણી, તમામ આગેવાનો હાજર રહ્યા હતા.