રાયડી જૂથ ખેતી વિષયક વિવિધ કાર્યકારી સહકારી મંડળી લિ.ની ૭૦મી વાર્ષિક સાધારણ સભા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. પ્રમુખ શામજીભાઈ દેસાઈએ જણાવ્યું કે મંડળીએ રૂ.૧૨ લાખનો નફો કર્યો છે અને છેલ્લા ત્રણ વર્ષથી ૧૦% ડિવિડન્ડ ચૂકવે છે. આ સભામાં ૮ અવસાન પામેલા સભ્યોના પરિવારને રૂ.૮૦,૦૦૦ અને ૩ સભ્યોને રૂ.૫,૦૦૦ની મેડિકલ સહાયના ચેક અર્પણ કરાયા હતા. મંડળીનું વાર્ષિક ટર્નઓવર રૂ.૪૦ કરોડ છે અને તે સભાસદોને ખાતર, દવા અને બિયારણ જેવી વસ્તુઓ પૂરી પાડે છે. મહિલા સભાસદોને પણ રૂ.૨૫૦ની પ્રોત્સાહન ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.