બાબરા પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ, સી.એસ, કુગસીયાના અધ્યક્ષ સ્થાને રામ જન્મભૂમિ મહોત્સવ પ્રાણ પ્રતિષ્ઠા અનુસંધાને ે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાબરા શહેર અને તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ-મુસ્લીમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં પોલીસે ભાઇચારો જાળવી રાખવા અપીલ કરી હતી. આ તકે બાબરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મુનાભાઇ મલકાણ. પ્રભાતભાઇ કોઠીવાળ, મુકેશભાઇ ખોખરીયા, મુસાભાઇ પરમાર. રહીમભાઈ અજમેરી, સહિત અન્ય સમાજના આગેવાનો વેપારીઓ અને વિવિધ સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા