કુંકાવાવ તાલુકાના રામપુર ગામે સમસ્ત લાંભિયા પરિવાર દ્વારા શ્રી સુરાપુરા મનજીબાપા, ઉમિયાજી અને બહુચરાજી માતાજીના નવા મઢની સ્થાપનાનો મહોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો.
આ પ્રસંગે શણગારેલા બળદગાડા સાથે સામૈયું,
ગૃહ શાંતિ યજ્ઞ, સત્યનારાયણ કથા, ડીજે સાથે રાસ-ગરબા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત સરકારના ઉપદંડક કૌશિકભાઈ વેકરીયાનું સંજયભાઈ અને ઘનશ્યામભાઈ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. મહોત્સવમાં મુખ્ય યજમાન તરીકે ઉદ્યોગપતિ સંજયભાઈ લાંભિયા, સરપંચ પુનાભાઈ કોટડિયા સહિત લાંભિયા પરિવારના અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સમાજના યુવાનો, વડીલો અને ભાઈ-બહેનોની ઉપસ્થિતિમાં મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. કાર્યક્રમના અંતે ઘનશ્યામભાઈ લાંભિયાએ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.