સાવરકુંડલાના રામગઢ ગામ પાસે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. બાઇક ઝાડ સાથે અથડાતા એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે એક ઇજાગ્રસ્ત થયો હતો. આ અંગે મૂળ મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ખેડાપા ગામના રમેશભાઈ પુનાભાઈ પારગીએ તેમના જ ગામના અને હાલ સાવરકુંડલાના રામગઢ ગામે રહેતા બળવંતભાઈ હરજીભાઈ માછાર સામે ફરિયાદ નોંધાવી હતી.
જે મુજબ બળવંતભાઇ હરજીભાઇ મછાર તથા પાછળ બેસેલ સોમાભાઇ માણભાઇ પારગી બંન્ને મોટર સાયકલ (GJ-23-AH-9498) લઈને રામગઢના બસસ્ટેન્ડ થી લુવારા ગામ તરફ જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. બળવંતભાઇએ બાઇક પર કાબુ ગુમાવી દેતા રોડની સાઇડમાં ઝાડ સાથે ભટકાવ્યું હતું. જેમાં સોમાભાઇ માણાભાઇ પારગીને માથાના ભાગે ગંભીર ઇજા પહોચતાં મોત થયું હતું તથા મોટર સાયકલ ચાલકને બન્ને પગમાં ગંભીર ઇજા થઈ હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર એન.ઝેડ.ભોયા વધુ તપાસ કરી રહ્યા છે.