લાઠીના રાભડા ગામે બે પક્ષોએ એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. રમીલાબહેન લાલજીભાઇ પરમાર (ઉ.વ.૩૫)એ દિનેશભાઇ મધુભાઇ પરમાર સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ દિનેશભાઈએ રમીલાબેનના પતિને મને ટકો-ટકો કેમ કહે છે કહી તેમને તથા તેના પતિને ગાળો આપીને જાનથી મારી નાંખવાની ધમકી આપી જતા રહ્યા હતા. જે બાદ ૨૦ મિનિટ પછી અન્ય આરોપીએ પણ આવીને જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારવાની ધમકી આપી હતી. આ પછી રેણુકાબેન દિનેશભાઈ પરમાર (ઉ.વ.૨૫)એ લખમણભાઇ ઉકાભાઇ પરમાર સહિત ચાર લોકો સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના પતિને લખમણભાઈના પુત્ર સાથે ઝઘડો થયો હતો જે બાબતનું મનદુઃખ રાખી આરોપીઓ તેમના ઘરે આવ્યા હતા અને જેમ ફાવે તેમ ગાળો દેવા લાગ્યા હતા. ઉપરાંત આડેધડ ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી ઘરની બહાર પડેલ સામાનમાં તોડફોડ કરી આશરે રૂ.૧૫,૦૦૦નું નુકસાન કર્યુ હતું. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એલ.એન.પઠાણ વધુ તપાસ કરી રહ્યા છે.