કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ રાફેલ ડીલ પર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું હતું કે, રાફેલ મામલે મોદી સરકાર દ્વારા “ઓપરેશન કવરઅપ” ચાલી રહ્યું છે. સમગ્ર મામલાને ઢાંકી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ૨૦૧૮ માં આ જ કેસને દબાવવા માટે સીબીઆઈમાં તખ્તો પલટ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે સવાલ પૂછ્યો હતો કે, અડધી રાત્રે સત્તા પરિવર્તન કેમ કરવામાં આવ્યું ? ૩૬ મહિના પછી આ કેસ સામે કેમ આવ્યા ? ૧૧ ઓક્ટોબર, ૨૦૧૮ ના રોડ મોરેશિયસ સરકારે એટોર્ની જનરલ દ્વારા રાફેલ ખરીદી સાથે જાડાયેલા કમીશનની ચૂકવણીના દસ્તાવેજ સીબીઆઇને આપ્યા હતા. ૨૩ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા વાળી સમિતિએ રાતોરાત સીબીઆઇ ડાયરેક્ટર આલોક વર્માની બદલી કરી હતી, જે રાફેલ ગોટાળાને દબાવવા માટેની કોશિશ કરવામાં આવી હતી.
રાફેલ કૌભાંડમાં રૂ.૬૦-રૂ ૮૦ કરોડના કમિશનની ચુકવણી કરવામાં નથી. આ સૌથી મોટું સંરક્ષણ કૌભાંડ છે અને માત્ર સ્વતંત્ર તપાસ જ આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં સફળ છે. કોંગ્રેસ-યુપીએ સરકારે આંતરરાષ્ટ્રીય ટેન્ડર પછી રૂ. ૫૨૬.૧૦ કરોડમાં ટેકનોલોજી ટ્રાન્સફર સહિત રાફેલ ફાઇટર જેટ ખરીદવા માટે ડીલ કરી હતી. મોદી સરકારે એ જ રાફેલ ફાઇટર પ્લેન (કોઈપણ ટેન્ડર વિના) ૧૬૭૦ કરોડમાં ખરીદ્યું હતું અને ભારતમાં ટેક્નોલોજી ટ્રાન્સફર કર્યા વિના ૩૬ જેટની કિંમતમાં તફાવત લગભગ ૪૧,૨૦૫ કરોડનો છે. શું મોદી સરકાર જવાબ આપશે કે, અમે ભારતમાં ટેક્નોલોજી ટ્રાન્સફર વિના સમાન ૩૬ એરક્રાફ્ટ માટે ૪૧,૨૦૫ કરોડ વધારાના કેમ ચૂકવીએ છીએ? કોણે કમાણી કરી અને કેટલી લાંચ આપી ? જ્યારે ૧૨૬ એરક્રાફ્ટ માટે લાઈવ ઈન્ટરનેશનલ ટેન્ડર હતું ત્યારે પીએમ કેવી રીતે એકપક્ષીય રીતે ૩૬ એરક્રાફ્ટ ‘ઓફ ધ શેર્લ્ફ ખરીદી શકે?
તેમણે ભારતીય વાયુસેનાની સલાહ લીધા વિના કેવી રીતે અને શા માટે રાફેલ વિમાનોની સંખ્યા ૧૨૬ થી ઘટાડીને ૩૬ કરી?,શા માટે તેણે ભારતમાં ટેક્નોલોજી ટ્રાન્સફર કરવાનો અને એચએએલ દ્વારા રાફેલનું ઉત્પાદન કરવાનો ઇનકાર કર્યો ?,તેમણે શા માટે ભ્રષ્ટાચાર વિરોધી કલમ રદ કરી જે સંરક્ષણ પ્રાપ્તિ પ્રક્રિયા મુજબ કોઈપણ ટેન્ડર માટે પૂર્વ-જરૂરી છે અને યુપીએ દ્વારા રજૂ કરાયેલ ટેન્ડરનો ભાગ હતો?,તેમણે રાફેલ કૌભાંડમાં તેમની ભૂમિકાની તપાસનો આદેશ ન આપીને સુશેન ગુપ્તાને કેમ રક્ષણ આપ્યું?
કોંગ્રેસ પાર્ટીએ પીએમ નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પર બેવડા ધોરણો અપનાવવાનો અને ભ્રષ્ટાચારના મુદ્દે દેશને ભ્રમમાં રાખવાનો આરોપ લગાવ્યો. પાર્ટીના પ્રવક્તા ગૌરવ વલ્લદાભે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પીએમે ઈટાલીની કંપની અગસ્તા વેસ્ટલેન્ડ વિશે કહ્યું હતું કે તે ભ્રષ્ટ કંપની છે. જે બાદ મોદી સરકારે આ કંપનીને મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ ભાગ લેવાની મંજૂરી આપી હતી. હવે મોદી સરકારે આ કંપની પરથી તમામ પ્રતિબંધો હટાવી દીધા છે.
કોંગ્રેસ પ્રવક્તા ગૌરવ વલ્લભે કહ્યું, મોદી હમણાં જ ઈટાલી ગયા હતા. એક બેઠકમાં અગસ્તા વેસ્ટલેન્ડ કંપની અંગે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં અજીત ડોભાલ અને વિદેશ મંત્રી જયશંકર પણ હાજર રહ્યા હતા. પીએમના ભારત આગમન પછી તરત જ આ કંપની પરના તમામ પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા હતા.