રાફેલ નડાલે કૈસ્પર રૂડને હરાવીને ૧૪મી વાર ફ્રેંચ ઓપનનો ખિતાબ જીતી લીધો. રાફેલ નડાલની ગણતરી દુનિયાના મહાન ટેનિસ પ્લેયર્સમાં થાય છે. નડાલનો આ ૨૨મો ગ્રાંડસ્લેમ ખિતાબ છે. નડાલ આજસુધી ફ્રેંચ ઓપન ફાઇનલ હાર્યા નથી.
રાફેલ નડાલે કૈસ્પર રૂડ વિરૂદ્ધ સતત ત્રણ સેટ જીતીને મુકાબલો પોતાના નામે કરી લીધો. રાફેલ નડાલને રૂડને ૬-૩, ૬-૩, ૬-૦ થી હરાવ્યા. આખી મેચમાં રાફેલ નડાલ આક્રમક અંદાજમાં જાવા મળ્યા અને તેમણે શરૂઆતથી જ મેચ પર પકડ બનાવી રાખી હતી. રાફેલ નડાલે લાલ બજરીનો બાદશાહ કહેવામાં આવે છે. તેમણે અહીં ૧૦૦થી વધુ મેચ જીતી છે.
રાફેલ નડાલ ફરી એકવાર ફરીથી ફ્રેંચ ઓપનના રાજા બની ગયા છે અને તેમણે ૧૪મી વાર ફ્રેંચ ઓપનનો ખિતાબ પોતાના નામે કર્યો. આ સીઝન પહેલાં તેમણે ૨૦૦૫, ૨૦૦૬, ૨૦૦૭, ૨૦૦૮, ૨૦૧૦, ૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૩, ૨૦૧૪, ૨૦૧૭, ૨૦૧૮, ૨૦૧૯, ૨૦૨૦ માં ટાઇટલ જીત્યું હતું. રાફેલ નડાલ આ વર્ષે ખૂબ જ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. આ વર્ષે તેમણે ઓસ્ટ્રેલિયન ઓપન પણ પોતાના નામે કરી છે.
રાફેલ નડાલે આ જીત પોતાના ૩૬મા જન્મદિવસના બે દિવસ બાદ નોંધાવી, જેથી લાલ બાજરી પર રમાનારા આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં ખિતાબ જીતનાર સૌથી ઉંમરલાયક ખેલાડી બન્યા. સ્પેનના આ ખેલાડીએ ૨૦૦૫ માં ૧૯ વર્ષની ઉંમરમાં પહેલીવાર આ ખિતાબ જીત્યો હતો અને આ ટૂર્નામેન્ટમાં ત્યારથી તેમનો દબદબો યથાવત છે. રૂડે બીજા સેટમાં ૩-૧ થી બઢત બનાવી હતી પરંતુ નડાલના અનુભવની આગળ તેમની ન ચાલી. નડાલે ત્યારબાદ સતત સેટ જીતીને મેચ પોતાના નામે કરી લીધી.
સૌથી વધુ ગ્રાંડ સ્લેમ ખિતબ જીતવાના મામલે પણ તેમણે દિગ્ગજ રોજર ફેડરર અને નોવાક જાકોવિચ પર બે ખિતાબની બઢત બનાવી લીધી છે. ફેડરર ઇજાગ્રસ્ત હોવાના કારણે લાંબા સમયથી રમતથી દૂર છે તો બીજી તરફ જાકોવિચ કોવિડ ૧૯ રસીકરણ વિવાદના કારણે ઓસ્ટ્રેલિયાઇ ઓપનમાં રમી શક્યા ન હતા.