ભારતીય જનતા પાર્ટીએ આગામી વર્ષે યોજાનારી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને લોકોનો વિશ્વાસ જીતવાના આશયથી જન વિશ્વાસ યાત્રા શરૂ કરવામાં આવી છે.ભાજપની જનવિશ્વાસ યાત્રા હાથરસના સાદાબાદ પહોંચી ત્યારે યુપીના ઉર્જા મંત્રી
આભાર – નિહારીકા રવિયા શ્રીકાંત શર્માએ વીજ પુરવઠાને લઈને વિચિત્ર નિવેદન આપ્યું હતું.
ઉત્તર પ્રદેશના ઉર્જા મંત્રી શ્રીકાંત શર્માએ કહ્યું, ‘જા તમને ૨૪ કલાક વીજળી જાઈતી હોય તો રાધે-રાધે બોલો. જા તમારે ૨૪ કલાક વીજળી જાઈતી હોય તો રાધે-રાધે કહો. તમે જેટલા જારથી બોલશો તેટલી વધુ લાઇટ આવશે અને જે રાધે રાધે નહિ બોલે તેની લાઇટ કપાઈ જશે.
શ્રીકાંત શર્માએ કહ્યું, ‘જા ૨૦૨૨માં ભાજપની સરકાર બનશે તો સાદાબાદમાં ૨૪ મિનિટ પણ વીજળી નહીં જાય અને ૨૪ કલાક સપ્લાય થશે.’ આ સાથે તેમણે કહ્યું કે, ‘ભાજપે દરેકને મફત રાશન આપવાનું કામ કર્યું અને બહેન-દીકરીઓને સુરક્ષા આપી. આ સિવાય કલમ ૩૭૦ હટાવીને અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો કર્યો.
યોગી સરકારના મંત્રીએ કહ્યું, ‘ગત ચૂંટણીની જેમ આ ચૂંટણીમાં પણ દરેક ઘરમાં કમળ ખીલવવાનું છે અને તમારે પાછલા રેકોર્ડને તોડવાનો છે. સરકારે દરેક વર્ગ માટે કામ કર્યુ છે. એટાહના સાંસદ રાજવીર સિંહ ઉર્ફે રાજુ ભૈયાએ કહ્યું કે ગત વખતે ભાજપે પરિવર્તન યાત્રા ચલાવી હતી અને પરિવર્તન બતાવ્યું હતું. આ વખતે જન વિશ્વાસ યાત્રા તમારા સુધી પહોંચી છે એટલે આ વખતે કમળ ૩૨૫ પ્લસ હોવું જાઈએ.