રાજ્યની બે વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પરિણામ આવી ગયા છે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા જંગી લીડ સાથે જીત હાંસલ કરી છે જે બતાવે છે કે વિસાવદરમાં ભાજપનો વનવાસ હજી પણ પૂરો થયો નથી જાકે ં ભાજપની આ હારથી અનેક નેતાઓને તકલીફ પડશે. કારણ કે, વિસાવદરને જીતાડવાની જવાબદારી તેમના શિરે હતી.
ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે બંને બેઠક પ્રતિષ્ઠાના જંગ સમાન હતી. તો વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીમાં ઝંપલાવતા ત્રિપાંખિયો જંગ જામ્યો હતો મહત્વનું છે કે, વિસાવદર વિધાનસભા બેઠક પર ૫૭ ટકા મતદાન થયું હતું. અહીં ભાજપના કિરીટ પટેલ, કોંગ્રેસના નીતિન રાણપરિયા અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા વચ્ચે જંગ હતો. જ્યારે કડી વિધાનસભાના પેટાચૂંટણીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસના રમેશ ચાવડા વચ્ચે સીધો જંગ હતો.
આમ આદમી પાર્ટી પોતાની બેઠક અહી જાળવવા માટે સફળ રહી છે. આપ અને ઈટાલિયા બંને માટે આ જીત બહુ મોટી સાબિત થવાની છે. પરંતું ભાજપના કેટલાક નેતાઓની રાજકીય કારકિર્દી પર પ્રશ્નાર્થ મૂકાઈ જશે. સૌથી પહેલા તો સૌરાષ્ટ્રના મોટાગજાના નેતા જયેશ રાદડિયાના મંત્રી બનવાની મહેચ્છા પર પાણી ફરી વળે?
કડીને જીતાડવાની નીતિન કાકાને આપેલી જવાબદારી તેમણે પાર પાડી. પરંતું વિસાવદરમાં રાદડિયા અને કિરીટ પટેલનો ખેલ પડી ગયો. કારણ કે, આ બંનેએ આયાતી ઉમેદવાર હર્ષદ રીબડીયા અને ભૂપત ભાયાણીને સાઈડલાઈન કરીને મોટો દાવ રમ્યો હતો. આ દાવ બંનેને ભારે પડી ગયો છે. વિસાવદર ભાજપ જીતે તો જયેશ રાદડિયાનું મંત્રીપદ પાક્કું હોવાનું ચર્ચા હતી, પરંતું રાદડિયા આ ટેસ્ટમાં ફેલ ગયા.
વિસાવદર બેઠક ભાજપને જીતાડવાની જવાબદારી પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાને સોંપાઈ હતી. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે તો જાહેરસભામાં કહ્યું પણ હતું કે મને જીતાડો તો રાદડિયા મંત્રી બનશે. પણ જા રાદડિયા મંત્રી બને તો કોણ કોણ ન બને તેની યાદી બહુ લાંબી છે. વિસાવદરની ચૂંટણી એ જયેશ રાદડિયા માટે લિટમસ ટેસ્ટ કહેવાઈ રહ્યો હતો. કારણ કે, આ બેઠકને જીતાડવાની જવાબદારી રાદડિયાના શિરે હતી. ત્યારે જા ગુજરાતના પ્રધાનમંડળનું વિસ્તરણ થવામાં વિસાવદરની ચૂંટણી રાદડિયા માટે નિર્ણાયકની ભૂમિકામાં રહેશે એ પણ ચર્ચાએ જાર પકડ્યું હતું. પણ હવે આ બધું વ્યર્થ ગયું. રાદડિયાની છાપ ભાજપમાં એમ પણ બગાવતી નેતાની છે. ઈફ્કોમાં પણ પક્ષ વિરુદ્ધ જઈને રાદડિયાએ જીત મેળવી હતી. પરંતું એ ખેલ વિસાવદરમાં ન ચાલ્યો અને ભાજપ હાર તરફ ધકેલાયું.









































