લાંબા સમયથી પડતર રાણીપ બકરા મંડી ડિમોલિશન કેસ અંગે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પર ફટકાર લગાવી છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, અસરગ્રસ્ત પરિવારોને વૈકલ્પિક આવાસ આપ્યા વિના કોઈ પણ ઘર તોડી પાડવામાં આવશે નહીં.
૨૮ નવેમ્બર, ૨૦૦૫ ના રોજ અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા રાણીપ બકરા મંડી ખાતે ૧૭૫ ઘર તોડી પાડવામાં આવ્યા હતા. એડવોકેટ શમશાદ પઠાણના પ્રયાસો અને જન સંઘર્ષ મંચના સમર્થનથી વરિષ્ઠ વકીલ એસ. એચ. ઐયર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી દ્વારા આ કાર્યવાહીને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. ત્યારબાદ હાઈકોર્ટે ડિમોલિશન પર રોક લગાવી દીધી હતી.
વર્ષ ૨૦૧૫ માં અમદાવાદ મનપાએ હાઈકોર્ટને ખાતરી આપી હતી કે પુનર્વસન માટે ૭૪ પરિવારની ઓળખ કરવામાં આવી છે, અને અન્ય પાત્ર પરિવારોને પણ આવાસ પૂરા પાડવામાં આવશે. જાકે, એએમસી આ ખાતરી પર કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયું.
એડવોકેટ શમશાદ પઠાણે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨ માં, છસ્ઝ્રએ ફરી ૩૦૦ થી વધુ પરિવારોને મકાન ખાલી કરવાની નોટિસ ફટકારી. કાનૂની જવાબ દાખલ કરવામાં આવ્યા અને હું જાતે, એડવોકેટ ઈમ્તિયાઝ ખાન પઠાણ અને સાથીદારો દ્વારા પરિવારનો બચાવ કરવામાં આવ્યો. વર્ષ ૨૦૨૫ માં એએમસીએ એવો અભિપ્રાય આપ્યો કે ટાઉન પ્લાનિંગ એક્ટમાં પુનર્વસન માટે કોઈ જાગવાઈ નથી.
આ મામલે જસ્ટિસ મોના ભટ્ટની સિંગલ બેન્ચ દ્વારા સુનાવણી કરવામાં આવી. ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મનપાની આકરી ટીકા કરતા કહ્યું, “તમે વૈકલ્પિક આવાસ પૂરું પાડવાનું તમારું વચન કેમ પૂર્ણ કર્યું નથી? આ પ્રતિબદ્ધતાનું સન્માન કરવું જાઈએ.” હાઈકોર્ટે નોટિસ જારી કરી એએમસીને લેખિત જવાબ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો. મહત્વપૂર્ણ વાત એ છે કે, હાઈકોર્ટે એમ પણ કહ્યું કે, “જ્યાં સુધી કેસ પેન્ડિંગ છે, ત્યાં સુધી છસ્ઝ્ર કોઈ બુલડોઝર કે ડિમોલિશન કાર્યવાહી કરશે નહીં. પરિવારોને શાંતિથી રહેવા દેવા જાઈએ.” એએમસીના વકીલે કોર્ટને ખાતરી પણ આપી હતી કે, આ દરમિયાન કોઈ ડિમોલિશન હાથ ધરવામાં આવશે નહીં.
ગુજરાત હાઈકોર્ટે એએમસીને તેમના વચનનું પાલન કરવાનો આદેશ આપ્યો. આગામી સુનાવણી સુધી કોઈ “સંયોજિત કાર્યવાહી” (ડિમોલિશન અથવા બુલડોઝર તોડી પાડવાની) નહીં. જેનાથી ગરીબ અને શ્રમજીવી ઝૂંપડપટ્ટીવાસીઓ માટે મોટી રાહત મળી છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં આગામી સુનાવણી ૩ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ યોજાશે.







































