આખી રાતી રઝળાટ,ભયંકર તણાવ અને અનહદનો થાક તનમન ઉપર ખાસ્સા વર્તાતા હતા પરંતુ અડધી રાત્રે બારણુ ખોલનારી અનિતાના માસૂમ યૌવનથી છલકતા ચહેરા ઉપર Âસ્મત થકી ઈન્દ્રજીત પળવારમાં સઘળુ ભૂલી ગયો. અનિતાના મોસંબીની ચીર જેવા બન્ને ગુલાબી હોઠ થોડા થોડા મલકતા હતા. ભલે આંખો ઉંઘ ભરેલી હતી પરંતુ એમાં તળપદા જાબનનો મહુડાની ધાર જેવો નશો પણ હતો. ઈન્દ્રજીત-અનિતા કયાંય લગી એકધારુ સામસામે જાતા જ રહ્યા. ત્યાં જઅંદરથી રાજેશ્વરીનો અવાજ આવતા બન્ને ચોંકી ઉઠયા. રાજેશ્વરી બહાર આવતી પૂછતી હતી; ‘અનિતા, કોણ છે? ’ પણ અનિતા કશું બોલે એ પહેલા જ ઈન્દ્રજીતે જવાબ આપી દીધો; ‘‘ડોન્ટ વરી ભાભી, એ તો હું છું….’’
ત્યાં જ રાજેશ્વરી ઉંઘરેટી આંખે ઉતાવળે પગલે બહાર ઘસી આવતા બોલી; ‘અનિતા, આવી રીતે પૂછયા કારવ્યા વગર ઘરનો દરવાજા ખોલી નહી નાખવાનો, ઈન્દ્રભાઈ ઉંચી પોસ્ટ ઉપર છે. અધિકારી છે. તેને માથે કંઈ કેટલાયે જાખમ ઉભા હોય, સમજી?’’
‘‘દીદી, મેં જાળીમાંથી સાહેબને જાઈ લીધા હતા પછી દરવાજા ખોલ્યો હતો.’’ અનિતા બન્ને વચ્ચેથી હટી જતા બોલી. ‘‘છતા એણે પૂછયું હતું કે કોણ છે?’’ ઈન્દ્રજીત અંદર આવતો બોલ્યો અને અનિતાનો બચાવ કરતા બોલ્યો; ‘‘એણે મારો અવાજ પારખ્યા પછી જ દરવાજા ખોલ્યો હતો. એમા કહેવું નહી પડે. અનિતા ભલે સીટીમાં રહેતી હોય, પણ એટલું તો જરૂર જાણતી જ હશે…..ખરુ ને અનિતા ?” જવાબમાં અનિતાની પલકો હાશકારાથી ઢળી ગઈ. જાણે ઈન્દ્રજીતને પોતાનો બચાવ કરી લેવા બદલ “થેંક યુ……’’ કહી દીધુ. ઈન્દ્રજીતે આંખોના ભાવને પકડી લીધા અને જાણે પોતે ય કહી દેતા હોય કે “નો…મેન્શન? ચાલ્યા કરે, તું ચિંતા કરતી નહી. હું છુ ને……’’ અને સામે પક્ષે અનિતા પણ ઈન્દ્રજીતના આંખના ભાવ કળી ગઈ અને તેના ચહેરા ઉપર ફરીવાર સ્મિત આવી ગયું.
રાજેશ્વરીને તો આ યુવાન હૈયાઓના મનોભાવની કયાં ખબર જ હતી? એણે સ્હેજ ઉભા રહીને પછી, ત્યાં ટાંગેલી દિવાલ ઘડિયાળમાં જાઈને ચમકી જતા પૂછયું; ‘‘અરે, આઠ વાગી ગયા?’’ હું તો ઉંઘતી જ રહી. અને પછી રાતનો તાળો ગોઠવતા કહે; ‘‘પણ રાત્રે તમે અનિતાને લઈને આવ્યા પછી અમે કયાંય લગી વાતો કરતા બેઠા હતા એટલે આટલે મોડે સુધી ઉઠી જ ન શકાયું..’’
‘‘વાંધો નહી ભાભી. આપણે કયા અહી બીજુ કોઈ કામ હોય છે? હમણા જ કંચન કામ કરવા આવી જશે. અત્યારે તમને ડોકટરે ખાસ બેડરેસ્ટ કરવાનું કહ્યું છે. તો બેડરેસ્ટ જ કરો. આરામ જ કરો. એવું હોય તો અનિતા તો છે જ…….” ઈન્દ્રજીતે અનિતાને પૂછયુ; ‘‘ખરુ ને અનિતા?’’
પણ અનિતા કશો જવાબ આપે એ પહેલા રાજેશ્વરી બોલી ઉઠી; ‘‘અરે, એને થોડી રોકી રાખવાની છે? ઈન્દ્રભાઈ તમે થોડીકવાર પછી એને એના ગામ જઈને એના મામા મામીના હાથમાં સુપ્રત કરી દો. આપણે પારકી થાપણ, પારકી અમાનત રાખવી નથી દિયરજી..’’
રાજેશ્વરીની આ દલીલોને કારણે અનિતાનું હદય ધબકારો ચૂકી ગયું. અંદર એક સબાકો આવ્યો. ઈન્દ્રજીત અનિતાનું અચાનક રડમસ બની ગયેલું મોઢું અને એની ઘડી પહેલાની આંખોના અચાનક થયેલા મનોભાવના ફેરફાર અનુભવી રહ્યો. અનિતાની આંખો નમ બની ગઈ હતી. ઈન્દ્રજીતને પાક્કુ થઈ ગયું કે અનિતા પોતાના ગામમાં જતા ડરી રહી છે. એણે તરત જ રાજેશ્વરીને કહ્યું; ‘‘પ્લીઝ, ભાભી! પહેલા તમે અનિતાને નિરાંતે બેસાડીને એક બે વાર શાંતિથી પૂછી લો કે એને ત્યાં ખરેખર એના મામાને ગામ જવું છે કે પછી એના પપ્પાને ત્યાં જવું છે! પછી જ નિર્ણય કરો” “મારે કયાય નથી જવુ…….’’ અચાનક અનિતા ચીસ પાડીને રડી પડી; ‘‘બસ, મારે ઉપર ભગવાન પાસે ચાલ્યા જવું છે…’’ અને પછી ત્યાં ને ત્યાં જ બેસી પડી. રાજશ્વેરી હતપ્રભ બનીને ઈન્દ્રજીતને તાકી રહી.
‘‘ભા…ભી…’’ ઈન્દ્રજીતે આંખોમાં કરૂણતા લાવી રાજેશ્વરીને ઈશારો કરતા કહ્યું; ‘‘ આ છોકરી સાવ ભાંગી પડી છે. એનું જીવન દોઝખ બની ગયું છે. તમે એને સંભાવી લો….નહિંતર એનું છટકી જશે…….’’ અને એ એના રૂમમાં ચાલ્યો ગયો. રાજેશ્વરી પાણીનો ગ્લાસ ભરીને હળવે’કથી નીચે બેઠી. અનિતાના માથા ઉપર વ્હાલપથી હાથ પસવારી રહી. અનિતા હજુ રડી રહી હતી. રાજેશ્વરીએ પોતાની હથેળીના ખોબામાં એનો ચહોરો લીધો. તો અનિતાની આંખોમાંથી આસુની ધારા વહી રહી હતી. રાજેશ્વરીએ બન્ને હાથે તેની આંખો લૂછી અને કપાળ ઉપર ચૂંબન કર્યુ. અનિતામાં એક તરસનું ધણ ઉમટી આવ્યું. એ રાજેશ્વરીના ઉર સાથે ચંપાઈ ગઈ અને રાજેશ્વરીને બાથ ભરી ગઈ. રાજેશ્વરીએ
આભાર – નિહારીકા રવિયા એને સાહી લીધી અને પછી કાનમાં કહ્યું; ‘‘તું પાણી પી લે અને રડીશ નહી હવે તને અમારે કયાંય મોકલવી જ નથી બસ? તને અહીયા જ રાખવી છે! તું શાંત થઈ જા અને ચાલ, મારા રૂમમાં આવતી રહે.’’
અનિતાએ પાણી પીધુ. ઉભી થઈ. રાજેશ્વરીની હાલતની અત્યારે તેણે ગંભીરતાથી નોંધ લીધી. રાજેશ્વરી બેઠી હતી ત્યાંથી ઉભા થવામાં તકલીફ થતી હતી. અનિતાને અત્યારે ખ્યાલ આવ્યો. એણે રાજેશ્વરીને ટેકો આપીને ઉભી કરી અને બન્ને ધીમે પગલે રાજેશ્વરીના રૂમમાં આવ્યા. ત્યાં અનિતાએ હવે સ્વસ્થ થઈ રાજેશ્વરીને એના બેડ ઉપર બેસાડી. રાજેશ્વરીએ બાવડું પકડીને અનિતાને પોતાની સામે બેસાડી
અને અનિતાની આંખોમાં કયાંય લગી તાકી રહી અને પછી અનિતાનો ગાલ ખેંચી હસી પડતા કહે; ‘‘હવે તારે કયાંય જવાનું નથી અહીંયા મારા જ ઘરે, મારી નાની બેન થઈને રોકાવાનું છે બસ! હવે તો રાજીને? હવે તો થોડી હસ.” જવાબમાં અનિતાએ સ્હેજ અમથું સ્મિત કર્યં: અને પછી ઘરના કામમાં પરોવાવા રાજેશ્વરીને પૂછયુ;‘‘દીદી, હું કચરા પોતા કરી નાખું?’’
‘‘હા, કચરો કાઢી નાખ, ત્યાં સુધીમાં તો કંચન આવશે.’’
‘‘જી, દીદી.’’ કહીને અનિતા કામમાં પોરવાઈ ગઈ અને રાજેશ્વરી બેડ ઉપર આડી પડી, ત્યાં જ તેની નજર પતિની તસવીર સામે ગઈ આદિત્ય હસી રહ્યો હતો. રાજેશ્વરીના ચહેરા ઉપર પણ મલકાટ આવ્યો અને અવ પણે તેનો જમણો હાથ પોતાના પેટ ઉપર હળવેથી મૂકયો. અંદરથી જાણે અવાજ આવ્યો; જાણે કોઈ કાલુંઘેલું બોલતું હતું; ‘‘મમ્મી..મમ્મી ઈઈ.’’
ડોરબેલ વાગ્યો એટલે અનિતાએ દરવાજા ખોલ્યો તો ઓફિસનો પ્યુન ઉભો હતો. અનિતાને જાઈને તે ચોંક્યો. એક-બે પળ તો કશુ બોલી જ ન શકયો. ત્યાં જ, રાજેશ્વરી બહાર આવી. ઓફિસના પ્યુનને જાઈને પૂછયું; ‘‘શું કામ હતુ ચંદુ?’’
‘‘મોટા સાહેબ, નાના સાહેબને યાદ કરે છે…’’‘‘નાના સાહેબ આખી રાત ઓપરેશનમાં સાઈટ ઉપર જ હતા અને અત્યારે સૂતા છે. જગાડું પછી આવશે. થોડીવાર લાગશે, સાહેબને કહેજે…’’ ‘‘જી, મેમ સાહેબ….’’ કરતો ચંદુ ચાલતો થયો પણ પાછો બે ડગલા ચાલીને પાછો ફર્યો. એણે ફરીવાર અનિતાને મન ભરીને જાઈ લીધી. આ તરફ અનાયાસ જ અનિતાની નજર ચંદુની નજર સામે ટકરાઈ ગઈ..પણ, ચંદુની નજર અનિતા પારખી ગઈ. અનિતાને ચંદુની નજર ગમી નહી. એ નજર મેલી હતી જાણે! અનિતા થડકી ગઈ. એેણે રાજેશ્વરીનો હાથ પકડી લીધો. (ક્રમશઃ)
sanjogpurti@gmail.com