મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેની મુસીબતો આગામી દિવસોમાં વધી શકે છે. ૬ એપ્રિલના રોજ, મહારાષ્ટ્રના સાંગલીના શિરાલામાં મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા રાજ ઠાકરે વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું. ૬ એપ્રિલના રોજ, એક મેજિસ્ટ્રેટ કોર્ટે સ્દ્ગજી વડા રાજ ઠાકરે વિરુદ્ધ આઇપીસીની કલમ ૧૪૩, ૧૦૯, ૧૧૭, ૭ અને બોમ્બે પોલીસ એક્ટની ૧૩૫ હેઠળ ૨૦૦૮ના કેસના સંબંધમાં બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું.
૨૦૦૮ માં, રાજ ઠાકરેની કલ્યાણમાં ભડકાઉ ભાષણ આપવા બદલ ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ સાંગલીમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ બંધનું એલાન આપ્યું હતું. રાજ ઠાકરેને પણ આ જ કેસમાં સ્દ્ગજીના સ્થાનિક પદાધિકારીઓ સાથે આરોપી બનાવવામાં આવ્યા હતા. પરંતુ સવાલ એ છે કે ૬ એપ્રિલે કોર્ટમાંથી બિનજામીનપાત્ર વોરંટ જાહેર થયા પછી પણ મહારાષ્ટ્ર પોલીસ રાજ ઠાકરેની ધરપકડ કેમ કરી શકી નથી? સવાલ એ પણ છે કે શું એનસીપીનું ગૃહ વિભાગ રાજ ઠાકરેનું રક્ષણ કરી રહ્યું છે.
વાસ્તવમાં મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસાના પાઠનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. નવનીત રાણાનો મામલો હજી હાથ ધરાયો ન હતો કે એમએનએસ ચીફ રાજ ઠાકરેએ હનુમાન ચાલીસાને લઈને નિવેદન આપ્યું. જેના કારણે તેમની મુશ્કેલીઓ વધી છે. પોલીસે તેને નોટિસ પાઠવી છે. રેલીમાં નિયમોનો ભંગ કરવા બદલ પોલીસે તેને નોટિસ આપી છે. તેમની સાથે પોલીસે સ્દ્ગજી કાર્યકર્તાઓને પણ નોટિસ આપી છે. પોલીસે કલમ ૧૪૯ હેઠળ આ નોટિસ મોકલી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુનાહિત રેકોર્ડ ધરાવતા એમએનએસ કાર્યકર્તાઓને પોલીસ કસ્ટડીમાં લઈ શકે છે.