મનસે નેતા બાલા વંદગાંવકરે ગઈકાલે બુધવારે રાજ ઠાકરને મળેલા ધમકી ભર્યા પત્રને લઈને મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલની મુલાકાત લઈ કાર્યવાહીની માંગ કરી હતી. બાદમાં પત્રકારો સાથે વાત કરતા નંદગાંવકેર ધમકી ઉચ્ચારી હતી કે જા મનસે પ્રમુખને નુકશાન થયું તો તેની અસર પુરા મહારાષ્ટ્રમાં થશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમના કાર્યાલયને એક પત્ર મળ્યો હતો જેમાં ઉર્દ્દ અને હિન્દી ભાષામાં લખાયેલા આ પત્રમાં રાજ ઠાકરેનેટ મસ્જિદમાંથી લાઉડ સ્પીકર ઉતારવાની માંગ મામલે ધમકી અપાઈ હતી. નંદગાંવ કરે વધુમાં જણાવ્યું હતું કે રાજયના ગૃહમંત્રીએ કહ્યું હતું કે આ મામલે તે પોલીસ કમિશ્ર્‌નરને વાત કરશે. જે પણ જરૂરી કાર્યવાહી હશે તે કરશે. નંદગાંવકરે ચેતવણી આપી હતી કે રાજ ઠાકરેને જરા પતા નુકશાન થયું તો મહારાષ્ટ્ર ભડકે બળશે.માનસ નેતા એ જણાવ્યું હતું કે તે મનસે પ્રમુખ અને તેના પરિવારની સુરક્ષા માટે માંગ કરી રહ્યા હતા પણ રાજય સરકાર ધ્યાન નથી આપી રહી, કેન્દ્ર સરકારે આ મુદ્દો ધ્યાનમાં લેવો જાઈએ