વેરાવળ મુકામે આયોજિત ૬૯મી રાજ્ય કક્ષા શાળાકીય કબડ્ડી સ્પર્ધામાં કોડીનાર સ્થિત ડી.એલ.એસ.એસ. (DLSS) સોમનાથ એકેડમીના કબડ્ડી ખેલાડીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની વિવિધ શાળાઓના ખેલાડીઓએ ભાગ લીધેલી આ સ્પર્ધામાં, સ્કૂલની U-૧૪ કક્ષાની બહેનોની ટીમે ભાગ લીધો હતો. બહેનોએ ખૂબ જ સારું પ્રદર્શન કરીને રાજ્ય કક્ષાએ ત્રીજું સ્થાન મેળવ્યું છે.