નડિયાદ ખાતે રાજ્ય કક્ષાની ખેલ મહાકુભ અંડર-૧૪ ભાઈઓની કુસ્તીની ટુર્નામેન્ટ યોજાઈ હતી. આ ટુર્નામેન્ટમાં સોમનાથ ડીએલએસએસના ભાઈઓએ ભાગ લીધો હતો. જેમાં વજા પ્રકાશ(૪૪ કેજી) અને પરમાર ગૌરવ(૫૭ કેજી)એ ગોલ્ડ મેડલ અને બાંભણીયા રોહિત(૫૨ કેજી)એ સિલ્વર મેડલ મેળવીને સોમનાથ સાયન્સ એકેડેમી કોડીનાર તેમજ ગીર સોમનાથ જિલ્લાનું કુસ્તી રમતમાં નામ રોશન કર્યું છે. જે બદલ એકેડેમીના પ્રમુખ કરસનભાઈ સોલંકી, કાનજીભાઈ ભાલીયા, દિપસિંહ દાહિમા, રણજીતભાઇ દાહિમા, સુમિતભાઈ સોલંકી,કૃણાલભાઈ સોલંકી, સંજયભાઈ સોલંકી સહિત સોમનાથ સાયન્સ એકેડેમીના તમામ સ્ટાફ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.