રાજ્ય ઉર્જામંત્રીએ રાજુલા વિસ્તારના ધારાસભ્ય અંબરીશભાઇ ડેર સાથે ખાનગી મુલાકાત કરતા અમરેલી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ મુલાકાતને લઇ અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે. ઉર્જામંત્રીની ધારાસભ્ય ડેર સાથેની મુલાકાત ચર્ચાનો વિષય બન્યો છે. ધારાસભ્ય અંબરીશભાઇ ડેરના ફાર્મહાઉસ ખાતે ઉર્જામંત્રીએ તેમની સાથે મુલાકાત કર્યાનું સામે આવ્યું છે. આગામી દિવસોમાં નવાજૂની થવાના એંધાણ જાવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા આવેલા તૌકતે વાવાઝોડાને લઇ વિવાદીત નિવેદનો તથા અનેક રેલ આંદોલનો મામલે ધારાસભ્ય ડેર લાઇમ લાઇટ રહ્યા છે. ત્યારે આ મુલાકાત બાદ શું વળાંક આવે છે તેના તરફ સૌની નજર છે.