રાજ્યસભાની ચૂંટણીને લઈને હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની વાડાબંદી કરશે. જયપુરમાં દિલ્હી રોડ સ્થિત એક હાટલમાં ધારાસભ્યોની વાડાબંદી કરવામાં આવશે. વાડાબંદી અગાઉ ૫ જૂન રવિવારના રોજ બધા ધારાસભ્યોને પાર્ટી હેડક્વાર્ટર બોલાવવામાં આવ્યા છે. પાર્ટીના હેડક્વાર્ટરમાં બેઠક થશે, જેમાં ચૂંટણી પ્રભારી નરેન્દ્ર તોમર, પ્રદેશ પ્રભારી અરુણ સિંહ સહિત કેટલાક કેટલાક કેન્દ્રિય પદાધિકારી પણ ઉપસ્થિત રહેશે. આ નેતા પાર્ટીના ધારાસભ્યોને સંબોધિત કરશે. ત્યારબાદ ૬ જૂનથી ધારાસભ્યોને જરૂરી સામાન સાથે હાટલ પહોંચવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
વાડાબંદી બાદ આ ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણીની તાલીમ આપવામાં આવશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાએ જણાવ્યું કે રાજ્યસભાની ચૂંટણીની એક અલગ પ્રક્રિયા હોય છે, જેની બાબતે ધારાસભ્યોને સમજોવવામાં આવશે. જોકે ગયા વર્ષે પાર્ટીના ધારાસભ્યોને રાજ્યસભ્યની ચૂંટણીમાં મતદાન કર્યું હતું. છતા તાલીમ દરમિયાન જરૂરી સાવધાનીઓ બાબતે અવગત કરાવવામાં આવશે. ભાજપ દ્વારા અપક્ષ અને ક્ષેત્રીય પાર્ટીઓના ધારાસભ્યોને અપીલ કરવામાં આવી છે જે ભાજપને સમર્થન આપીને ગહલોત સરકારની નીતિઓનું વાટ દ્વારા વિરોધ નોંધાવે.
ભાજપ તરફથી રાષ્ટ્રીય લોકતાત્રિક પાટીના ધારાસભ્યોને પણ તાલીમ શિબિરમાં આવવાનું આમંત્રણ આપ્યું છે. જોકે રાષ્ટ્રીય લોકતાત્રિક પાર્ટીના સંયોજક હનુમાન બેનિવાલે અત્યાર સુધી પોતાની પાર્ટીના ધારાસભ્યોને તાલીમ શિબિરમાં મોકલવાની સહમતી આપી નથી. એટલું નક્કી છે કે આરએલપી કોંગ્રેસ ઉમેદવારોને સમર્થનમાં વાટ નહીં કરે, પરંતુ પાર્ટી તરફથી અત્યાર સુધી સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો નથી કે રાજ્યસભાની ચૂંટણી માટે વાટ કોને આપવાના છે. રાજસ્થાન વિધાનસભામાં આરએલપીના ૩ ધારાસભ્ય છે.
ભાજપે વાડાબંદીની જગ્યાએ તાલીમ કેમ્પનું નામ આપ્યું છે. આ કેમ્પમાં ધારાસભ્યોને ભાજપની રીતિ-નીતિ સાથે રાજ્યસભામાં વાટ આપવાની પણ તાલીમ આપવામાં આવશે. દિલ્હીથી પણ કેટલાક નેતા આ તાલીમ કેમ્પમાં હિસ્સો લઈને ધારાસભ્યોને પાર્ટીની રીતિ-નીતિ બાબતે બતાવશે. જોકે અત્યાર સુધી ભાજપના જ ૭૧ ધારાસભ્યો વાડાબંદીમાં સામેલ થવાની સંભાવના છે. અપક્ષ અને આરએલપી ધારાસભ્યો સામેલ થવા પર અત્યારે સ્પષ્ટ નથી.
ભાજપે અપક્ષ ઉમેદવાર સુભાષ ચંદ્રને સમર્થન આપ્યું છે. એક સીટ પર જીત માટે ૪૧ વાટની જરૂરિયાત છે. પહેલી સીટ પર ભાજપની સીધી જીત નજરે પડી રહી છે, પરંતુ બીજી સીટ માટે પાર્ટી પાસે ૩૦ વાટ બચશે. બાકી ૧૧ વાટ લઈને પણ ભાજપ આશ્વસ્ત નજરે પડી રહી છે. તાલીમ શિબિર દરમિયાન જ આ ૧૧ વાટને લઈને રણનીતિ તૈયાર કરવામાં આવશે. ભાજપને આશા છે કે આરએલપી તેના પક્ષમાં મતદાન કરશે. તો કેટલાક અપક્ષ પણ ભાજપ તરફ આવી શકે છે