સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભાના ૨૨૫ સભ્યોમાંથી ૩૩ ટકાએ તેમની સામે ફોજદારી કેસ હોવાની માહિતી આપી છે, જ્યારે આ વર્તમાન સાંસદોની કુલ સંપત્તિ ૧૯,૬૦૨ કરોડ રૂપિયા છે. ચૂંટણી અધિકાર સંગઠન છડ્ઢઇ અનુસાર, તેમાંથી ૩૧ અથવા ૧૪ ટકા અબજાપતિ છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એ પણ કહ્યું કે આમાંથી ૧૮ ટકા સાંસદોએ ગંભીર ગુનાહિત કેસ જાહેર કર્યા છે. જેમાં હત્યા અને હત્યાના પ્રયાસના કેસનો સમાવેશ થાય છે.એડીઆર અને નેશનલ ઇલેક્શન વોચ દ્વારા હાથ ધરવામાં આવેલા વિશ્લેષણમાં, રાજ્યસભાના બે સભ્યોએ આઇપીસીની કલમ ૩૦૨ હેઠળ હત્યા સંબંધિત કેસ નોંધ્યા છે.
જ્યારે રાજ્યસભાના ચાર સાંસદોએ આઈપીસીની કલમ ૩૦૭ હેઠળ હત્યાના પ્રયાસ સંબંધિત કેસોની જાહેરાત કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યસભાના ૨૨૫ વર્તમાન સાંસદોમાંથી ૭૫ (૩૩ ટકા) વર્તમાન સાંસદોએ પોતાની વિરુદ્ધ ફોજદારી કેસ જાહેર કર્યા છે અને ૪૦ (૧૮ ટકા) વર્તમાન રાજ્યસભા સાંસદોએ ગંભીર ગુનાહિત કેસ જાહેર કર્યા છે. સાથે જ આ વિશ્લેષણમાં વિવિધ રાજકીય પક્ષોના સાંસદો વચ્ચેના આ અપરાધિક કેસોનું પ્રમાણ પણ તપાસવામાં આવ્યું હતું.
આ મામલે ભાજપ સૌથી આગળ છે, તેના ૯૦ રાજ્યસભા સભ્યોમાંથી ૨૩ ટકા વિરૂદ્ધ ફોજદારી કેસ નોંધાયેલા છે. કોંગ્રેસના ૨૮માંથી ૫૦ ટકા સાંસદો સામે આવા કેસ નોંધાયેલા છે. એડીઆરના વિશ્લેષણમાં જણાવાયું છે કે ટીએમસીના ૧૩માંથી પાંચ રાજ્યસભા સભ્યો (૩૮ ટકા), આરજેડીના છમાંથી ચાર (૬૭ ટકા), સીપીઆઈ(એમ)ના પાંચમાંથી ચાર (૮૦ ટકા)એ તેમના સામેના ફોજદારી કેસ જાહેર કર્યા છે.
રાજ્યસભાના સભ્યોની સંપત્તિનો પણ અભ્યાસ કરવામાં આવ્યો છે. એવું જાણવા મળ્યું હતું કે દરેક સાંસદની સરેરાશ સંપત્તિ ૮૭.૧૨ કરોડ રૂપિયા છે. મુખ્ય પક્ષોમાં ૯૦ માંથી ૯ રાજ્યસભા સભ્યો (૧૦ ટકા), કોંગ્રેસ ૨૮ માંથી ૪ રાજ્યસભા સભ્યો (૧૪ ટકા),વાયએસઆરસીપી ૧૧માંથી ૫ (૪૫ ટકા),આપ ૨ માંથી રાજ્યસભાના ૧૦ સભ્યોમાંથી (૨૦ ટકા),ટીઆરએસના ૪માંથી ૩ રાજ્યસભા સભ્યો (૭૫ ટકા) અને રાજદના ૬માંથી ૨ (૩૩ ટકા) સાંસદોએ ૧૦૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી છે. સાથ જ રાજ્યસભાના વર્તમાન સભ્યોની કુલ સંપત્તિ ૧૯,૬૦૨ કરોડ રૂપિયા છે.