રાજ્યમાં આજે વહેલી સવારથી ફૂલ ગુલાબી ઠંડી પડી હતી. સવારથી જ જોણે ગુજરાતમાં હિમ વર્ષા થઇ રહી હોય તેવુ લાગી રહ્યુ હતું. રાજ્યનાં અનેક શહેરો ઠંડીની ચાદરમાં જોણે લપેટાઇ ગયા છે. ગયા અઠવાડિયેથી ઠંડીમાં સતત વધારો થઇ રહ્યો છે, જે બાદથી કહી શકાય કે ગુજરાત એક બરફીલો પ્રદેશ બની ગયો છે.
ચાલુ સપ્તાહની શરૂઆતમાં ઠંડીનું જો૨ થોડું વધ્યુ છે અને ઠે૨-ઠે૨ સવા૨નાં તાપમાનનો પા૨ો ગગડ્યો છે. જો કે આજે સવા૨ે નલિયા, ડીસા, અને પાટણ, ભૂજમાં સિંગલ ડિઝીટમાં તાપમાન નોંધાતા આ સ્થળે તીવ્ર ઠંડી અનુભવાઈ હતી. એકવાર ફરી રાજ્યનું સૌથી ઠંડુગાર કચ્છનું નલિયા રહ્યુ છે, જ્યા ૭.૧ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. વળી અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ઠંડીનાં કારણે મો‹નગ વોર્ક પર આવતા લોકોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. રાજ્યનાં અલગ-અલગ સ્થળો પર ઠંડીએ પોતાનું જોર વધારવાનું શરૂ કરી દીધુ છે. ત્યારે જો એકવાર અલગ-અલગ સ્થળોનાં તાપમાન પર નજર કરીએ તો કચ્છનાં નલિયામાં લઘુત્તમ તાપમાન ૭.૧ ડિગ્રી, ડીસામાં ૮.૨ ડિગ્રી, પાટણમાં ૮.૨ ડિગ્રી, ભૂજમાં ૧૦.૭ ડિગ્રી, રાજકોટમાં ૧૦.૬ ડિગ્રી, અમદાવાદમાં ૧૧.૧ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૧.૦ ડિગ્રી, ભાવનગરમાં ૧૨.૧ ડિગ્રી, વડોદરામાં ૧૨.૨ ડિગ્રી, અમરેલીમાં ૧૨.૪ ડિગ્રી, જૂનાગઢમાં ૧૨.૪ ડિગ્રી, કંડલામાં ૧૩.૩ ડિગ્રી અને સુરતમાં ૧૫.૦ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ છે.
ઉલ્લેખનીય છે કે, દેશનાં મોટાભાગનાં રાજ્યો અત્યારે તીવ્ર ઠંડીની લપેટમાં છે. ગુજરાતનાં પડોશી રાજ્ય રાજસ્થાનમાં કાશ્મીરની જેમ બરફનાં આવરણ રચાઇ ગયા છે અને એક વિસ્તારમાં શ્રીનગરની જેમ પારો માઇનસ ૫ પર પહોંચી ગયો છે. રેતીમાં બરફનાં આવરણને કારણે રાજસ્થાન જોણે કાશ્મીરમાં ફેરવાઇ ગયું હોય એવું લાગે છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી દિવસમાં શીતલહેરનો પ્રકોપ વધુ રહેવાની સંભાવના છે.