રાજ્યમાં રવિવારની વહેલી સવારે ઠંડીમાં વધારો નોંધાયો હતો. પાટનગર ગાંધીનગરમાં વહેલી સવારે વધારે ઝાંકળનાં કારણે દ્‌શ્યતા ઓછી થઇ ગઇ હતી. જા કે અમદાવાદમાં પણ ઠંડીનું જાર એટલુ જ જાવા મળ્યુ છે. અહી લઘુત્તમ ૧૮ ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં ઠંડીનું જાર વધ્યું છે. કચ્છમાં આજે એટલે કે રવિવારે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છનું નલિયા ૧૧ ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યું છે. જ્યારે અમદાવાદમાં પણ ઠંડીએ જાર પકડ્યું છે. જા કે આ ઠંડીમાં પણ મજા માણતા અને જાગીંગ કરતા લોકો જાવા મળી જાય છે. અમદાવાદમાં ૧૮ ડિગ્રી લઘુતામ તાપમાન નોંધાયુ છે. ગાંધીનગરમાં ૧૪ ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યું છે.
ઉત્તરીય પવનોને લીધે ઠંડી વધશે. આગામી સપ્તાહે ગાત્રો થીજવતી ઠંડીની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઇ આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીમાં વધારો થશે. ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ હવે આકાશ સ્વચ્છ થતા ટૂંક સમયમાં જ ઠંડીનો ચમકારો વધશે. જ્યારે ઉત્તર ગુજરાત સહિતનાં વિસ્તારોમાં તાપમાનનો પારો ૧૦ ડિગ્રીથી નીચે જવાની શક્યતાઓ રહેલી છે. ઠંડી વધતા અમદાવાદમાં મો‹નગ વોકર્સ અને કસરત કરતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. વળી બીજી તરફ ગાંધીનગરમાં પણ લોકો ફૂલ ગુલાબી ઠંડીની મજા માણતા વહેલી સવારે જાવા મળ્યા હતા.