દેશમાં છેલ્લા લગભગ ૧ વર્ષથી ચાલી રહેલા ખેડૂત આંદોલનને લોકોએ અલગ-અલગ વ્યાખ્યા આપી છે. પરંતુ શું તેમની અસલ પરિસ્થિતિ પર કોઇનું ધ્યાન ગયુ છે ખરા? જી હા, જગતનો તાત આજે કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યો છે તેનું જો ઉદાહરણ જોવુ હોય તો તેમના પર કેટલુ દેવુ છે તે એકવાર ચકાસીને જોણી શકાય. આપણે જો ગુજરાતની વાતી કરીએ તો અહી ખેડૂતોની સ્થિતિ આંકડાકીય રીતે કફોળી દેખાઇ રહી છે.
ગુજરાત મોડલનાં નામે મોટી રાજનીતિઓ થતા આપણે સૌ લોકોએ જોઇ છે પરંતુ અસલ કહાની નજીકથી જોયા બાદ સમજી શકાય. જણાવી દઇએ કે, કેન્દ્રનાં નેશનલ સેમ્પલ સર્વેનાં તારણની વાત કરીએ તો ગુજરાતમાં ૪૨.૫ ટકા ખેડૂતો દેવાનાં ડુંગર તળે છે. રાજ્યમાં લગભગ ૪૩.૧૯ લાખ ખેડૂતોમાંથી ૨૨.૬૧ લાખ ખેડૂતો દેવામાં દટાયા છે. આ મામલે આંધ્રપ્રદેશ પર ટોપ પર આવે છે, જ્યા ૯૩.૨૦ ટકા ખેડૂતોનાં શિરે દેવું છે. જ્યારે ગુજરાત દેવામાં ૪૨.૫ ટકા સાથે ૧૪ માં ક્રમે છે.
રાજ્ય પ્રમાણે દેવાદાર ખેડૂતોની ટકાવારી જોઇએ તો આંધ્રપ્રદેશ – ૯૩.૨,તેલંગણા – ૯૧.૭,કેરળ – ૬૯.૯,કર્ણાટક – ૬૭.૬,તામિલનાડુ – ૬૫.૧,ઓડિસા – ૬૧.૨,રાજસ્થાન – ૬૦.૩,પંજોબ – ૫૪.૪,મહારાષ્ટ્ર – ૫૪.૦,પશ્ચિમબંગાળ – ૫૦.૮,ત્રિપુરા – ૪૭.૭,હરિયાણા – ૪૭.૫,ઉત્તરાખંડ – ૪૬.૬,ગુજરાત – ૪૨.૫,ઉત્તરપ્રદેશ – ૪૧.૯
ઉલ્લખનીય છે કે, આપણા દેશમાં ખેડૂતો વિશે મોટી મોટી વાતો કે વચનો કરવામાં આવે છે પરંતુ જમીની સ્તરે કામ કેટલલુ થાય છે તે આ આંકડાઓ પરથી જ સમજી શકાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને વચન આપ્યુ હતુ કે આવનારા સમયમાં ખેડૂતોની આવકમાં સુધારો કરશે પણ હાલમાં દેખાઇ રહેલી સ્થિતિ મુજબ આ વચન પર કામ દૂર દૂર સુધી થયુ હોય તેવુ લાગી રહ્યુ નથી. જે ખેડૂત દેશ માટે અનાજ ઉગાડે છે તે ખેડૂતની સ્થિતિ આટલી ખરાબ કેવી રીતે હોઇ શકે, પરંતુ આ એક સત્ય છે જે આંકડાઓ મારફતે આપણે જોઇ શકીએ છીએ. જોવાનુ રહેશે આવનારા સમયમાં ખેડૂતોની સ્થિતિમાં કોઇ સુધાર થાય છે કે કેમ?