હવામાન વિભાગે આગામી સમયમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટાંછવાયા સ્થળોએ પવન સાથે વરસાદની આગાહી કરી છે. આથી, બાગાયતી પાકોનું વાદળછાયા વાતાવરણ અને વરસાદથી રક્ષણ કરવા ખેડૂતોને સલાહ આપવામાં આવી છે. ખેતરમાં તૈયાર થયેલા ફળ અને શાકભાજી ઉતારી લેવા અને સુરક્ષિત સ્થળે ખસેડવા અથવા ઢાંકી દેવા. આ સમયગાળા દરમિયાન રાસાયણિક કે સેન્દ્રિય ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ ટાળવો. વાદળછાયા વાતાવરણ બાદ પાકમાં રોગ જણાય તો યોગ્ય દવાઓનો છંટકાવ કરવા અમરેલી જિલ્લા નાયબ બાગાયત નિયામકે જણાવ્યું છે.