રાજ્યમાં સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધી ૩૪ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ભરૂચના હાંસોટમાં ૨.૩૨ ઈંચ વરસાદ વરસ્યો છે. ભાવનગરના મહુવામાં ૨.૧૭ ઈંચ વરસાદ વરસ્યો છે. ભરૂચના નેત્રંગમાં ૧.૭૩, ભરૂચમાં ૧.૬૯ ઈંચ વરસાદ વરસ્યો છે.
સુરતના માંગરોળમાં ૧.૫૪ ઓલપાડમાં ૧.૧૦ ઈંચ વરસાદ વરસ્યો છે. વાલીયામાં ૧.૦૨ કામરેજમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો છે. અમદાવાદના ધોલેરામાં પણ પોણો ઈંચ વરસાદ વરસ્યો છે. ભરૂચના ઝઘડીયા અને નર્મદાના નાંદોદમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો છે. તળાજા અને વાગરામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. તિલકવાડા અને ધારીમાં પણ અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેર અને જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે સવારથી જ સુરતમાં વરસાદી વાતાવરણ જામેલું છે.. ધોધમાર વરસાદને કારણે સુરતના અનેક સ્થળોએ પાણી ભરાયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે સુરતમાં હજુ વધુ વરસાદ પડવાની શક્યતા છે.