રાજ્યમાં સતત ઠંડીનો ચમકારો જાવા મળી રહ્યો છે. દિન પ્રતિ દિન ઠંડીમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે લોકો હવે દિવસે પણ ગરમ કપડા પહેરીને નિકળવા લાગ્યા છે. જા કે હવામાન વિભાગની આગાહી મુજબ આ ગાત્રો થીજવતી ઠંડીથી લોકોને ૧ દિવસ બાદ આંશિક રાહત મળશે.રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. ત્યારે રાજ્યનાં પાટનગર અને અમદાવાદમાં કોલ્ડવેવની અસર જાવા મળી રહી છે. વહેલી સવારથી જ પાટનગર ગાંધીનગરમાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. અહી ઠંડીનો પારો ગગડ્યા બાદ લોકોએ બરફીલાં પ્રદેશની અનુભૂતિ કરી છે. ગ્રીન સિટી કહેવાતુ ગાંધીનગરમાં વહેલી સવારે ઝાંકળ પડતા પણ ઓછી થઇ ગઇ હતી. ખાસ કરીને ગાંધીનગર-અમદાવાદ હાઇ વે પર આવો નજારો જાવા મળ્યો હતો. વળી રાજ્યનાં કચ્છ જિલ્લામાં પણ કોલ્ડવેવની અસર જાવા મળી હતી. જા કે હવામાન વિભાગ દ્વારા કોલ્ડવેવની કોઇ આગાહી કરવામા આવી નથી. રાજ્યમાં આગામી દિવસોમાં કેટલાક વિસ્તારમાં પવનનાં કારણે ઠંડીમાં વધારો જાવા મળી શકે છે. જા કે હવામાન વિભાગની આગાહી મુજબ ૧ દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં વધારો થશે.ઉલ્લેખનીય છે કે, શિયાળાની ઋતુ હવે શરૂ થઈ ગઈ છે. ૨૪થી ૨૬ ડિસેમ્બર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જાવા મળશે. અમદાવાદ, ગાંધીનગરમાં ૧૦ ડિગ્રી લઘુતમ તાપમાનની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત ૯ શહેરમાં ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. તાપમાનનો પારો ગગડતાં સૌથી વધુ ઠંડી પડી રહી છે.