દેશના વિવિધ રાજ્યોમાં રાજકીય ક્ષેત્રે વિવિધ ઘટનાઓને લઈને રાજકારણમાં ગરમાહટ વ્યાપી જવા પામી છે. નવો ઓમિક્રોન વકરવા સાથે દેશના ૧૭ જેટલા રાજ્યોમાં ફફડાટ વ્યાપી ગયો છે.ગુજરાતમાં ૧૯૯૬ થી ભાજપની સરકાર છે અને કહેવાતા ગુજરાત મોડેલ રાજ્યમાં ત્રણ ત્રણ મુખ્યમંત્રીઓને આંતરિક કારણોસર બદલવાની નોબત આવેલી. કેશુભાઈ પટેલના સમયમાં આંતરિક બળવો થયો અને શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી બન્યા.પછીની ચૂંટણીઓ બાદ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બિરાજમાન થયા ત્યારબાદ આનંદીબેન પટેલ મુખ્યમંત્રી બન્યા અને ઉંમરના બહાના હેઠળ રાજીનામું આપવું પડ્યું અને વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા. રાજ્યમાં તેમના સમયમાં બહુ સારું ચાલી રહ્યું હતું પરંતુ આંતરિક રાજકારણને લઈને રૂપાણીને રાજીનામું આપવું પડ્યું અને મુખ્યમંત્રી પદે આવ્યા ભુપેન્દ્ર પટેલ.. તેઓ સીધા- સાદા- સરળ વ્યક્તિ છે. તેઓના શાસનકાળના ૧૦૦ દિવસ પૂરા થતાં થતામાં તો રાજ્યભરમાં અને ઘટનાઓ બની જવા પામી છે જેમાં ઓમિક્રોનના વ્યાપ વચ્ચે પેપર કાંડે કૌભાંડે તેઓની સરકારને ભીંસમાં મૂકી દીધી છે. અવાજ સમયમા તોલ માપ તંત્ર દ્વારા તેના અધિકારીશ્રીએ રાજ્યભરમાં વિવિધ મોટા મોટા મોલ, વેપારના સ્થળો સહિતના સ્થળોએ દરોડા પાડી તેઓની વિશ્વાસ સાથેની આમ ગ્રહકો સાથે થતી છેતરપીંડી પકડી પાડીને પ્રજોને લૂંટાતી બચાવવા લેવામાં આવેલા પગલાંઓને લઈને આમ પ્રજોમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર માટે લોકોમા વિશ્વાસનું વાતાવરણ પેદા થવા લાગ્યું હતું. જોકે આમ પ્રજો ઈચ્છતી હતી કે મોટા મોલ અને મોટા વેપાર-ધંધાને ચપેટમાં લીધા પરંતુ જ્યાં રાજયભરમાં સૌથી વધુ લોકો એટલે કે સામાન્ય વર્ગ ખરીદી કરે છે તે નાના-મોટા શાકમાર્કેટ અને છૂટક વેપાર બજોરો- દુકાનો અને કોમન છૂટક બજોરો કે વેપારીઓને ત્યાં તોલ માપ તંત્ર દરોડા કેમ નથી પડતું….? આ બજોરોમાં ભાવ તાલમાં વધુ કિંમતોની ઊઘાડી લૂંટ ચાલે છે તેમજ વજનમાં પણ છેતરપિંડી થતી હોય છે…. તો આ સામાન્ય પ્રજોનો વિશ્વાસ જીતવા ક્યારે પગલાં લેવામા આવશે….?તેવો સવાલ પ્રજોજનોમાં ફરી વળ્યો છે….!
ગુજરાતમાં ઓમિક્રોન કેસોનો વ્યાપ વધવા લાગતા ખાસ કરીને જોગ્રત લોકોમાં વધુ ફફડાટ વ્યાપી ગયો છે. તો બીજી તરફ ચીકનગુનિયા, મેલેરિયા જેવા રોગોનો પણ જે તે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના અણઘડ વહીવટને લઇને વ્યાપ વધવા લાગ્યો છે. અનેક નાના મોટા શહેરોના વિસ્તારોમાં કચરાના ઢગલા, ગંદકી અને મચ્છરોનો ત્રાસ વધ્યો છે. પરંતુ મોટા ભાગની મનપા તથા નગરપાલિકાઓ તે બાબતે કાર્ય કરવામાં નિષ્ફળ રહી છે. તેનાથી ભાજપ શાસિત તમામ પાલિકાઓ અને મનપાના નાગરિકો પરેશાન છે ત્રસ્ત છે અને તેના કારણે ભાજપથી નફરત કરવા લાગ્યા છે અને તેનું ઉદાહરણ છે તાજેતરમાં કોંગ્રેસમા પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર નિયુક્ત થતાં જોવા મળી રહ્યું છે જે કોંગ્રેસમાં જૂથબંધી વ્યાપેલી હતી અને નામશેષ થવા જઈ રહી હતી ત્યાં હવે એકતા સાથે એકજૂટ થઈ પેપર કાંડ મુદ્દે મચી પડી છે તેમજ લોકટોળા ઉમટી રહ્યા છે મતલબ જોરજોરથી બેઠી થવા લાગી છે….અનેક નિષ્ક્રિય કાર્યકરો, ખૂણે બેસી ગયેલા કોંગ્રેસ કાર્યકરો અને ટેકેદારો, હમદર્દો કોન્ગ્રેસના વિવિધ કાર્યક્રમોમાં ઉમટવા લાગ્યા છે. પેપર કાંડ મુદ્દો એટલો વ્યાપક બની ગયો છે કે ગુજરાતભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડવાની સાથે ગૌણ પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવેલ તમામ ભરતીમાં આવુજ ધુપ્પલ ચલાવ્યુ હશે તેવી શંકાઓએ સ્થાન લીધું છે તેમજ ભાજપની ગળથુથીમાં જ આવું છે તેવી કોમેન્ટ આમ પ્રજોમાં એરણે ગુંજતી થવા સાથે સોશિયલ મીડિયા પર ફરતી થઇ ગઈ છે. બીજી તરફ આમ આદમી પાર્ટીના કાર્યકરો અમદાવાદ શહેરથી દૂર લઈ જઈએ કોમર્શિયલ જેવા પ્રદેશ ભાજપ કાર્યાલય પર દેખાવો કર્યા તથા ધરપકડો વહોરી તેના પડઘા દિલ્હી સુધી પડ્યા છે… જેથી આ પેપર કાંડ રાષ્ટ્રીયય સ્તરે પહોંચી ગયુ છે. જોકે સરકારના ગૃહ વિભાગના રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ત્વરિત ગતિએ તપાસ કરી ગુનેગારોને પકડવા આદેશો કરતા ગઈ કાલ સુધીમાં કૌભાંડી પ્રેસ માલીક સહિત ૨૨ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે…. પરંતુ આમ પ્રજો ગૌણ પસંદગી સેવા મંડળના અધ્યક્ષને હટાવી દેવા સાથે તેમની તપાસ અને ધરપકડ માંગી રહી છે….બીજી તરફ મંડળના અધ્યક્ષ મુખ્યમંત્રીને મળવા ગયા અને મુલાકાત બાદ બહાર આવીને પત્રકારોને કહે છે કે આતો શુભેચ્છા મુલાકાત હતી……! પરંતુ ખરેખર શું હતું….? ઠપકો હતો કે રાજીનામું આપવા કહી
દેવાયું…. તેવો પ્રશ્ન આમ પ્રજોમાં વ્યાપી ગયો છે. રાજકિય પંડિતો કહે છે કે આ પેપર કાંડજ ભાજપ સામેનો સરકાર સામેનો મુખ્ય મુદ્દો….રાજ્યની આવનારી ચૂંટણીમાં બની રહેવાની સંભાવનાઓ વધી પડી છે…..! વંદે માતરમ્ી