રાજ્યમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. આ મહામારીનાં કારણે મોટી સંખ્યામાં લોકોએ પોતાના સ્વજનને ગુમાવ્યા છે. જા કે આ સિવાય પણ રાજ્યમાં માર્ગ અકસ્માતનાં કારણે પણ છેલ્લા ૪ વર્ષમાં હજારો લોકોનાં મૃત્યુ થયા છે.
રાજ્યમાં મોટાભાગનાં અકસ્માત અતિભારે વરસાદને કારણે રસ્તામાં ખાડા પડવાને લીધે થતા હોય છે. આની સાથે જ ઘણા લોકોની પુરઝડપથી વાહન ચલાવવાને લીધે અન્ય કોઈ વાહન અડફેટે લઈ લેતા વાહન ચાલકનું મોત થતું હોય છે. હાલમાં એક યાદી બહાર પાડવામાં આવી રહી છે કે, જેમાં છેલ્લા કુલ ૪ વર્ષમાં કેટલા લોકોએ પોતાનો જીવ અકસ્માતને લીધે ગુમાવ્યો છે એ જણાવવામાં આવ્યું છે.રાજ્યમાં છેલ્લા ૪ વર્ષમાં ૬૮ હજારથી વધુ વખત અકસ્માત થયા છે. આનો અર્થ એ થયો કે દર વર્ષે ૧૭ હજારથી વધુ અકસ્માત થાય છે. જે એક ચિંતાનો વિષય ચોક્કસ બની ગયો છે.
અકસ્માતની હારમાળમાં ૩૨ હજારથી વધુ લોકોનાં મોત થયા છે. વળી રસ્તા પર ખાડા પડવાના કારણે ૨૩૪ લોકોનાં મોત થયા છે. આ માહિતી સડક પરિવહન મંત્રાલયનાં અહેવાલમાં જાહેર કરવામાં આવી છે. સતત અકસ્માતનાં વધતા જતા બનાવનાં કારણે સડક પરિવહન વિભાગ ચિંતિત છે. વળી વૈશ્વિક આંકડાઓની છણાવટ કરવામા આવે તો નોંધવા મળે છે કે વિશ્વમાં માર્ગ અકસ્માતમાં કિશોરવયની વ્યક્તિ સૌથી વધુ મૃત્યુ પામે છે.