રાજ્યભરના વિવિધ સમાજોના કર્મચારીઓ સરકારી, અર્ધસરકારી, સહકારી અને ખાનગી ક્ષેત્રોમાં કાયમી કે કરાર આધારિત ફરજ બજાવે છે. આ સમગ્ર સમાજને તેમની વિશિષ્ટ કુશળતા અને જ્ઞાનનો લાભ મળે તે ધ્યાનમાં રાખીને, અમરેલી જિલ્લામાં કાર્યરત આહિર સમાજના કર્મચારીઓના સંગઠનની રચના કરવામાં આવી છે. જેમાં પ્રથમ વર્ષ માટે ભરતભાઈ ડેરને મંડળના પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. સમગ્ર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતી ટીમમાં ડા. કિરીટ જોટવા અને હિમાંશુ કાલસરીયાને ઉપપ્રમુખ, દીપકભાઈ કોઠીવાળ અને જંડુરભાઈ વાઘને મહામંત્રી, પરબતભાઈ પટાટ, જયસુખભાઈ શ્યોરા, ઉગાભાઈ બોદરને સહમંત્રી, હિતેષભાઈ સોરઠીયા અને પ્રફુલભાઈ કાતરીયાને ખજાનચી, ભરતભાઈ પાડા, પ્રભાતભાઈ ગરૈયા અને ભરતભાઈ જીંજાળાને સંગઠન મંત્રી અને રામભાઈ બંધીયા અને રણધીરભાઈ કોઠિવાળને પ્રચાર મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મહિલા મંત્રી તરીકે ભાવિકાબેન ચુડાસમાની પસંદગી કરવામાં આવી છે. સંગઠનને વધુ કાર્યક્ષમ બનાવવા માટે, વિભાગવાર અને તાલુકાવાર પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકો આહિર સમાજના પ્રમુખ જીતુભાઈ ડેર અને યુવા પ્રમુખ કમલેશભાઈ ગરણિયા સહિત તમામ રાજકીય, સામાજિક આગેવાનો અને અધિકારીઓ દ્વારા આવકારવામાં આવી હતી.