(એ.આર.એલ),કોલકાતા,તા.૮
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝની ફરિયાદ પર કોલકાતા પોલીસના કમિશનર અને ડીસીપી સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરી છે. મંત્રાલયનું કહેવું છે કે આ બંનેએ રાજભવનની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે. મંત્રાલયે આ કાર્યવાહી રાજ્યપાલ સીવી આનંદ બોઝના એક રિપોર્ટના આધારે શરૂ કરી છે, જે તેમણે જૂનના છેલ્લા સપ્તાહમાં રજૂ કર્યો હતો. આ પછી ૪ જુલાઈએ મમતા સરકારને કાર્યવાહી અંગેનો પત્ર મોકલવામાં આવ્યો છે.આનંદ દ્વારા મોકલવામાં આવેલા રિપોર્ટમાં સીપી વિનીત ગોયલ અને ડીસીપી સેન્ટ્રલ ઈÂન્દરા મુખર્જી પર આરોપ લગાવવામાં આવ્યો છે કે જે રીતે કામ કરી રહ્યા છે તે એક જાહેર સેવક માટે સંપૂર્ણપણે અયોગ્ય છે. જા કે, બંને અધિકારીઓએ કહ્યું છે કે તેઓ કોઈ કાર્યવાહીની ખબર નથી. જા કાઈ કાર્યવાહી કરવામાં આવી હોય તો પણ રાજ્ય સરકારને તેની ખબર હશે.કોલકાતા પોલીસ અધિકારીઓએ મતદાન પછીની હિંસાનો ભોગ બનેલા લોકોને મંજૂરી હોવા છતાં રાજ્યપાલને મળવાથી અટકાવ્યા હતા. રાજભવનમાં તહેનાત પોલીસ અધિકારીઓએ એપ્રિલ-મે ૨૦૨૪ દરમિયાન એક મહિલા કર્મચારીના ખોટા આરોપોને પ્રોત્સાહન આપ્યું. રાજ્યપાલના વાંધો છતાં રાજભવનના કર્મચારીઓને આઇડી આપવામાં આવ્યા હતા. તેમની અવર-જવર પર તેમને ચેક કરવાની નવી પ્રથા શરૂ કરી. ચૂંટણી હિંસા પીડિતોના પ્રતિનિધિ મંડળ, વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીને બોઝને મળવાથી અટકાવવા અને ત્યારબાદ તેમની અટકાયત કરવી એ રાજ્યપાલની બંધારણીય સત્તાનું અપમાન છે. ૧૩ જૂનના રોજ રાજ્યપાલે રાજભવનમાંથી પોલીસને હટાવવાની સૂચના આપી હતી. આ અંગે કોલકાતા પોલીસનું મૌન આદેશનો અનાદર છે. જુનથી રાજભવન ખાતે તહેનાત કોલકાતા પોલીસે રાજ્યપાલની જાણ અને સંમતિ વિના એકપક્ષીય રીતે સુરક્ષા વ્યવસ્થા બનાવી, સમગ્ર રાજભવનને નજરકેદ કરી દીધું. બંનેએ એક વિશેષ તપાસ ટીમની રચના કરી અને ખોટી છાપ ઊભી કરવા માટે મીડિયા બ્રીફિંગ કરવાનું ચાલુ રાખ્યું કે રાજ્યપાલને ફોજદારી કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. કોલકાતા પોલીસે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એક ઝીરો એફઆઇઆર નોંધી અને કેસને દિલ્હી ટ્રાન્સફર કર્યો. ૧૭ જૂન, ૨૦૨૪ના રોજ, ફરિયાદીએ જાહેરમાં કહ્યું કે તેમને રાજ્યપાલ સામે કંઈ વાંધો નથી અને તે તેને પાછી ખેંચવા માંગે છે, પરંતુ તેમને તેમ કરવાની મંજૂરી આપવામાં આવી નથી.
જા કે, કોલકાતા પોલીસ અને રાજ્યપાલ વચ્ચે ચાલી રહેલ તણાવ મુખ્યમંત્રી મમતા બેનર્જી જાણતા જ હતા. ગવર્નર બોઝે મમતાને પત્ર લખીને ગોયલ અને મુખર્જી વિરુદ્ધ કાર્યવાહી કરવાની અપીલ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને ન તો તેમની સાથે કોઈ વાતચીત થઈ હતી. બોઝે તેમની ફરિયાદમાં હિંસાનો ભોગ બનેલા લોકોને મળવા માટે ચોપરાની સિલીગુડીની હાલની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં રાજ્યના કેટલાક અધિકારીઓના વર્તન પર સવાલ ઉભા થયા હતા. બોઝે લખ્યું – તેમનું વર્તન અખિલ ભારતીય સેવાના નિયમો અને પ્રોટોકોલ મેન્યુઅલ અનુસાર નથી. રાજ્ય સરકારને યોગ્ય જાણ કરવામાં આવી હતી. જા કે, પ્રોટોકોલના ઘોર ઉલ્લંઘનમાં, દાર્જિલિંગ ડીએમ અને સિલીગુડી પોલીસ કમિશનર રાજ્યપાલને મળ્યા ન હતા.બંગાળના ગવર્નરે કહ્યું- રાજ્યમાં મોતનો તાંડવ થઈ રહ્યો છે , પોલીસ પીડિતોને મારી સાથે મુલાકાત કરતા અટકાવી રહી છે
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે ચૂંટણી બાદ રાજ્યમાં ચાલી રહેલી હિંસા મામલે મમતા સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે જૂનમાં કહ્યું હતું કે રાજ્યમાં ઘણી જગ્યાએ મૃત્યુઆંક વધી રહ્યો છે અને રાજ્ય સરકાર હિંસાનો ભોગ બનેલા લોકોને રાજભવનમાં આવવા દેતી નથી. બંગાળના મુખ્યમંત્રી બંધારણની અવગણના ન કરી શકે. ખરેખરમાં, ગુરુવારે, પોલીસે ભાજપના નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી અને ચૂંટણી પછીની હિંસાનો ભોગ બનેલા લોકોને રાજભવન જતા અટકાવ્યા હતા. પોલીસ દ્વારા આ પાછળનું કારણ એ હતું કે રાજભવનની આસપાસ કલમ ૧૪૪ લાગુ છે.