ગુજરાતમાં નવી સરકાર આવી છે ત્યારથી એકશન મોડમાં જોવા મળે છે. છેલ્લા ૧૦૦ દિવસમાં ભૂપેન્દ્ર સરકારે અનેક વિભાગમાં બદલી અને પ્રમોશન આપીને બઢતી આપી છે.
હાલ સરકારે રાજ્યના આઇપીએસને બઢતી સાથે નવા હોદ્દા પર નિમણૂક કર્યા છે. ૭ એસપીને ડીઆઇજી તરીકે બઢતી આપી છે. જોમનગરના એસપી ભદ્રને ડીઆઇજી તરીકે નિમણૂક કર્યા છે. તેમને એટીએસના ડીઆઇજી તરીકે બઢતી આપી છે. ડીએત પરમારને પણ બઠતી આપી છે. આ ઉપરાંત એસપી સૈારભ તોલંબિયાને સીઆઇડીમા મૂકવામાં આવ્યા છે. મકરંદ ચૈહાણને ડીઆઇજી તરીકે બઢતી આપવામાં આવી છે. આ સાથે રાઠોડની ડીઆઇજી ક્રાઇમ ગાંધીનગર ખાતે મૂકવામાં આવ્યા છે. આર.એમ.પાંડેને પણ ડીઆઇજી તરીકે મૂકવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યના સાત આઇપીએસને પ્રમોશન આપવામાં આવ્યા છે. જેમને એસપીમાંથી ડીઆઇજી તરીકે નિમણૂંક આપવામાં આવી. ઉલ્લેખનીય છે કે જોમનગરના એસપી ભદ્ધનને ડીઆઇજીનું પ્રમોશન અપાયું છે. જ્યારે એટીએસમાં ડીઆઇજી તરીકે ભદ્ધનની બદલી ડીએચ પરમારને આપવામાં આવી છે.
જ્યારે એમએલ નિનામાને પણ એસપી તરીકે બઢતી મળી છે. સીઆઇડી ક્રાઇમ સૌરભ તોલંબિયાનું પ્રમોશન થયુ છે. મકરંદ ચૌહાણને ડીઆઇજી તરીકે નિમવામાં આવ્યા છે. ઉપરાંત પરીક્ષિતા ચૌહાણને બઢતી સાથે બદલી આપવામાં આવી છે. એટલું જ નહીં ગાંધીનગર ક્રાઇમ ખાતે રાઠોડની ડીઆઇજી તરીકે બદલી કરવામાં આવી છે. અને આર.એમ. પાંડેને પણ ડીઆઇજીનું પ્રમોશન મળ્યું છે.