મૂળ રાજુલાના વતની અને હાલ રાજકોટ એક અખબાર સાથે સંકળાયેલ રાધિકા જે. વ્યાસે તાજેતરમાં બહાર પડેલી માહિતી ખાતાની ભરતીમાં સહાયક માહિતી નિયામક (સંપાદન) વર્ગ-ર માટે પસંદગી પામી રાજુલાનું ગૌરવ વધાર્યું છે.
રાજ્યના માહિતી ખાતામાં ક્લાસ-ર ઓફિસર તરીકે સૌરાષ્ટ્રમાંથી ફક્ત બે ઉમેદવારો પસંદગી પામ્યા છે. જેમાં રાધિકા જે. વ્યાસનો સમાવેશ થાય છે. તેઓ હાલ રાજકોટના એક અખબાર સાથે સંકળાયેલા છે. તેમજ માસ્ટર ડિગ્રીમાં ગોલ્ડમેડલ પણ ધરાવે છે. માહિતી ખાતામાં આવેલી આ ભરતીની પરીક્ષા આપી તેમણે રાજ્યકક્ષાએ વર્ગ-રમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.
રાધિકાબેને રાજુલામાં જ ધો. ૧ર સુધીનો અભ્યાસ કરેલ છે. તેઓએ કોલેજકાળ દરમિયાન પણ વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. હાલમાં મળેલી તેમની સિદ્ધિ બદલ તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.