રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અમરેલી  જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. અમરેલી ઠેબી ડેમની મુલાકાત લીધા બાદ પાણી પુરવઠા મંત્રી બાબરા ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે બાબરા તાલુકાના તળાવો અને ડેમોની સમીક્ષા કરી હતી. તાલુકાના અધિકારીઓને સાથે રાખી દરેક ગામના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે તાકીદ કરી હતી અને તે અંગેના જે અધુરા કામો છે તેને તાત્કાલિક પૂર્ણ કરવા પાણી પુરવઠા મંત્રીએ અધિકારીઓને સૂચના આપી હતી.