ગુજરાતમાં મિશ્ર વાતાવરણ ચાલી રહ્યું છે. બપોરે ગરમી હોય છે જ્યારે રાત્રે અને સવારે ઠંડી હોય છે. હવામાન વિભાગનું માનવું છે કે આગામી ૪-૫ દિવસ સુધી હવામાનમાં કોઈ મોટા ફેરફારની કોઈ શક્યતા નથી.આઇએમડી અનુસાર, ૧૫ નવેમ્બર પછી ધુમ્મસ વધશે.
આજે ડીસા અને રાજકોટમાં મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રીને પાર નોંધાયું હતું. જ્યારે નલિયા અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન ૧૯ ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. અમદાવાદમાં આવતીકાલે લઘુત્તમ તાપમાન ૨૨ ડિગ્રી રહી શકે છે.
આજે રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએઃ રાજકોટમાં ૩૮.૬ ડિગ્રી, ભુજમાં ૩૮.૩ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૩૭.૫ ડિગ્રી, અમદાવાદમાં ૩૬.૬ ડિગ્રી, પોરબંદરમાં ૩૬.૪ ડિગ્રી, વેરાવળમાં ૩૬.૩ ડિગ્રી, ગાંધીનગરમાં ૩૬.૨ ડિગ્રી, વલ્લભમાં ૩૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
વિદ્યાનગરમાં ૯ ડિગ્રી, સુરતમાં ૩૫.૮, કેશોદમાં ૩૫.૮, ભાવનગરમાં ૩૫.૬, નલિયામાં ૩૫.૫, મહુવામાં ૩૫.૪, જામનગરમાં ૩૫.૧, કંડલા પોર્ટમાં ૩૫, ઓખામાં ૩૨.૫, ઓખામાં ૩૧.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
રાજ્યમાં લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં ૧૯.૫ ડિગ્રી, મહુવામાં ૧૯.૮ ડિગ્રી, અમરેલીમાં ૨૦.૮ ડિગ્રી, કેશોદમાં ૨૧.૧ ડિગ્રી, વડોદરામાં ૨૧.૪ ડિગ્રી, ડીસામાં ૨૧.૮ ડિગ્રી, ૨૨.૨, રાજકોટમાં ૨૨.૨ ડિગ્રી નોંધાયું હતું. . સુરતમાં ૨૨.૩, ૨૨.૫, પોરબંદરમાં ૨૩, સુરેન્દ્રનગરમાં ૨૩, વલ્લભ વિદ્યાનગરમાં ૨૩.૪, ભુજમાં ૨૩.૮, વેરાવળમાં ૨૪.૪, કંડલા પોર્ટમાં ૨૫, ઓખામાં ૨૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.