અમરેલી જિલ્લામાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહિવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે આવતી કાલે સવારે ૧૦ કલાકે રાજ્યના આરોગ્ય કમિશ્નર શિવહરે આવતી કાલે અમરેલી આવી પહોંચશે. અને કોરોનાની જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લાના આરોગ્ય અધિકારી તેમજ સંબધિત અધિકારીઓ સાથે કોરોનાની રીવ્યુ બેઠક લેશે.
આ ઉપરાંત અમરેલીમાં ઉભી કરાયેલ કોવિડ હોસ્પિટલ  શાંતાબા જનરલ હોસ્પિટલ તેમજ ચિતલ રોડ પર આવેલ રાધિકા હોસ્પિટલની મુલાકાત લેશે. તેમ જિલ્લા કલેક્ટર આયુષ ઓકે જણાવ્યું હતું.