સમગ્ર ગુજરાતના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પરિવારમાં ખળભળાટ મચાવનાર રાજુલાના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં લોકર તોડવા તથા લોકરમાં રહેલા દાગીના અને રોકડ લઈ લીધાની ફરિયાદમાં ચીફ મેનેજર તથા એકાઉન્ટન્ટનો સિનિયર એડવોકેટ ઉદયન ત્રિવેદીએ નિર્દોષ છુટકારો કરાવ્યો હતો. રાજુલા એસબીઆઈના ચીફ મેનેજર રમેશભાઈ મગનભાઈ નિમાવત તથા સિનિયર એકાઉન્ટન્ટ ગીરીશભાઈ લાભશંકર રાવળ પર તેમના ફરજકાળ દરમિયાન રાજુલાના વેપારી અને બેંકમાં સેફ ડીપોઝિટ વોલ્ટ ધરાવતાં ભરતકુમાર નટરવલાલ સંઘવીએ ભાડું ન ભર્યું હોવાથી બેંકની કાર્યવાહી મુજબ બ્રેક કરવામાં આવ્યું હતું. જેને લઈ ભરતકુમાર સંઘવીએ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ રજૂ થયેલા લેખિત અને મૌખિક પુરાવા તથા આરોપી તરફથી સિનિયર એડવોકેટ ઉદયન ત્રિવેદીની દલીલોને ધ્યાનમાં લઈ નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.