રાજુલા શહેરના ડુંગર રોડ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રમુખસ્વામી મહારાજના જન્મજયંતિ પર્વ નિમિત્તે રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન રાજુલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા તેમજ નવકાર બ્લડ બેન્ક મહુ વાના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પ સવારના ૯ઃ૦૦ કલાકથી બપોરના ૧ઃ૩૦ કલાક સુધી ચાલ્યો હતો. આ દરમિયાન રક્તદાતાઓ દ્વારા ઉત્સાહપૂર્વક રક્તદાન કરવામાં આવતા કુલ ૮૭ બોટલ લોહી એકત્રિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંતો, અગ્રણીઓ, કાર્યકરો તેમજ રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો, વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો અને આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અજયભાઈ વાળા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગીપુરુષ સ્વામી તથા નારાયણસેવક સ્વામી અને કાર્યકરો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.