સુરત ડેપો દ્વારા એક તદ્દન નવી એસટી બસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર સૌરાષ્ટ્રના અને ખાસ કરીને અમરેલી જિલ્લાના ઘણા લોકો સુરત ખાતે રહેતા હોય ત્યારે સૌરાષ્ટ્રના લોકોને વધુમાં વધુ લાભ મળે તે હેતુથી લોકોની લાગણી અને માગણી બંનેને ધ્યાનમાં રાખીને વિભાગીય નિયામક ગુર્જર સાહેબની સૂચનાથી સુરતના ડેપો મેનેજર એમ.વી. ચૌધરી દ્વારા સુરત-રાજુલા, રાજુલા-સુરત નવી બસ શરૂ કરવામાં આવી છે. જે બસનું ઓનલાઇન રિઝર્વેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ બસ રાજુલાથી દરરોજ સાંજે ૬.૦૦ કલાકે અને સુરતથી સાંજે દરરોજ ૭.૩૦ કલાકે ઉપડશે. આ બસ મહુવા, તળાજા, ભાવનગર, વડોદરા અને સુરત રૂટ ઉપર દરરોજ ચાલશે. વધુમાં વધુ લોકો આ બસનો લાભ લે તેવું સુરતના ડેપો મેનેજરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.